વિરપુર તાલુકાના કોયડમ ગામની પરણીતાએ કુવામાં ઝંપલાવ્યું.... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pdmr1sa1fjfvlpkx/" left="-10"]

વિરપુર તાલુકાના કોયડમ ગામની પરણીતાએ કુવામાં ઝંપલાવ્યું….


વિરપુર તાલુકાના કોયડમ ના નાનસલાઈ ની પરણીતાએ કુવામાં પડી મોતને વ્હાલું કરતા સમગ્ર પંથક માં ગમગીની છવાઈ ગઈ . કોયડમ ગ્રામ પંચાયત વિસ્તાર ના નાનસલાઈ વિસ્તાર ના ભુરીબેન સુરેશભાઈ બારીયા તેમના તળાવવાળા ખેતરમાં આવેલા કુવામાં પડી મોતને વહાલુ કર્યુ હતુ.ભુરીબેનના મોતને પગલે તેમના પિયર પક્ષ તરફ થી ભુરીબેનના પતિ સુરેશ જેસંગભાઈ બારીયા સામે વિરપુર પોલીસ સ્ટેશન ફરીયાદ દાખલ કરાવી હતી જેમાં તેઓ ના નિવેદન લખાવ્યા મુજબ સુરેશ અને ભુરીબેન ના છ માસ ના સમય ગાળા અગાઉ લગ્ન થયા હતા.જ્યારે સુરેશ બીજી કોઈ સ્ત્રી સાથે ફોનથી વાત કરી રહયો હોય તે દરમ્યાન ભુરીબેન અચાનક આવી જતા ફોન ની વાત સાંભળતા કોની સાથે વાત કરેછે તે જોવા સુરેશ ના હાથમાંથી મોબાઈલ લેવા ફોનની ખેચતાણ ચાલી હતી તે દરમ્યાન સુરેશે ભુરીબેનને મારઝુડ કરતા ભુરીબેન તેજ સમયે ગુસ્સામાં ઘરેથી નિકળી ખેતરમાં આવેલા કુવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું હતું. પિયર પક્ષે કાભાભાઈ ડામોર રહે ગુગલીયા દવારા આપવામાં આવેલી ફરીયાદના આધારે વિરપુર પોલીસે આરોપી સુરેશ જેસંગભાઈ બારીયા વિરુધ્ધ દુષ્પ્રેરણા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]