શ્રી સ્વામિનારાયણ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, નર્સિંગ કોલેજ અને સ્વામિનારાયણ બી. એડ. કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો - At This Time

શ્રી સ્વામિનારાયણ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, નર્સિંગ કોલેજ અને સ્વામિનારાયણ બી. એડ. કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો


શ્રી સ્વામિનારાયણ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, નર્સિંગ કોલેજ અને સ્વામિનારાયણ બી. એડ. કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આગામી લોકસભાની ચૂંટણી તા.૭/૫/૨૪ના રોજ યોજાવાની છે. ત્યારે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ તેમજ ટી. આઈ. પી. નોડલ અધિકારી વ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાના નેતૃત્વમાં તેમજ સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી બોટાદ દ્વારા શહેરના કોઈ મતદાર મતદાનથી વંચિત રહી ન જાય તે માટે વિવિધ સ્થળો એ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે પૈકી શ્રી સ્વામિનારાયણ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, નર્સિંગ કોલેજ અને સ્વામિનારાયણ બી. એડ. કોલેજ - ગઢડા રોડ, બોટાદ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મતદાન જાગૃતિ વિષય પર તાલીમાર્થીઓ દ્વારા વક્તવ્ય,સિગ્નેચર કેમપેઈન તેમજ 100% મતદાન થાય તે અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી, તેમજ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મતદાનના મૂલ્યની અને મતદાનના અધિકાર વિશે માહિતી આપી તાલીમાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.