બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના જુગારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી નાસતા ફરતા બોટાદ સ્કોડ ટીમ - At This Time

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના જુગારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી નાસતા ફરતા બોટાદ સ્કોડ ટીમ


બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના જુગારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી નાસતા ફરતા બોટાદ સ્કોડ ટીમ

ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓ દ્વારા આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઇ રહે અને સમગ્ર ચુંટણીમુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેના ભાગ સ્વરૂપે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ પકડવા સારૂ સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા નાઓએ આગામી લોકસભા ચુંટણી અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબના નાઓના માર્ગદર્શન તથા એલ.સી.બી.ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર એસ.બી.સોલંકી સાહેબ નાઓના સુપરવિઝન હેઠળ રાણપુર પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૦૦૦૬૨૦૦૬૩૪/૨૦૨૦ જુગાર ધારા કલમ ૪.૫ મુજબના ગુન્હા કામે કેતનભાઇ ઉર્ફે કાનો દિલીપભાઇ કારીયા રહે. જુનાગઢ ઠે.પુનીત એપાર્ટમેન્ટ, વણઝારી ચોક, બ્લોક નં -૦૫ તા.જી.જુનાગઢ વાળો આ ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને આરોપી હાલમાં બોટાદ એસ.ટી.ડેપો પાસે હોવાની બાતમી આધારે બોટાદ પોલીસ દ્વારા આરોપી કેતનભાઇ ઉર્ફે કાનો દિલીપભાઈ કારીયા ઉ.વ.૩૮ ધંધો વેપાર રહે. જુનાગઢ ઠે પુનીત એપાર્ટમેન્ટ, વણઝારી ચોક, બ્લોક નં -૦૫ તા.જી.જુનાગઢ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ એટ ધીસ ટાઇમ ન્યુઝ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.