ઇકો કરાવવા ઓક્સિજન સાથે દર્દીઓ લાઇનમાં બેસી રહ્યા..! - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/patients-were-sitting-in-line-with-oxygen-to-get-echo/" left="-10"]

ઇકો કરાવવા ઓક્સિજન સાથે દર્દીઓ લાઇનમાં બેસી રહ્યા..!


ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંડોક્ટર મોડા આવતા દર્દીઓને ભારે મુશ્કેલીઃકાયમી
કાર્ડિયોલોજીસ્ટની સેવા મળી રહે તેવી માંગણી પણ ઉઠીગાંધીનગર :  પાટનગરની સિવિલ હોસ્પિટલ છતા અહીં કાર્ડિયોલોજીસ્ટની સેવા
કાયમી મળતી નથી.ગાંધીનગર સિવિલ હોસ્પિટલમા સપ્તાહમા બુધવાર અને શુક્રવાર એમ દિવસ
માટે હૃદયના દર્દીઓ માટે 'ઇકો-
કાડિયોગ્રામ'ની
સુવિધા ઉપલબ્ધ છે. આ બંને દિવસ બપોરે ૩થી ૬ ઇકો કાડિયોગ્રામ કાઢી આપતા તબીબો આવતા
હોય છે. આજે શુક્રવાર છે છ વાગી ચૂક્યા હતા અને ડોક્ટર આવ્યા ન હતા અનેક દર્દીઓ
લાઇનમા બેસી રહ્યા હતા. ઘણા શ્વસન તંત્રના રોગી દર્દીઓ તો ઓક્સિજન સિલિન્ડર
લગાવીને ટુડી ઇકો કરાવવા લાઇનમાં બેઠા હતા જો કે, આખરે ડોક્ટર ૬ઃ૩૦ વાગ્યાની આસપાસ આવ્યા હતા અને ત્યાં હાજર
હતા તે દર્દીઓના ટુડી ઇકો કરી આપ્યા હતા. સપ્તાહમાં બે જ દિવસ ઇકો-કાર્ડિયોગ્રામની
સેવા ગાંધીનગર સિવિલમાં મળે છે એક પણ ફક્ત ત્રણ -ત્રણ કલાક તેમ છતા આ દર્દીઓને
અહીં આ સેવાનો પુરતો અને યોગ્ય લાભ મળતો નથી.સામાન્યરીતે યુએન મહેતા હોસ્પિટલમાંથી
ડોક્ટર આવીને અહીં ઇકો કરી આપતા હોય છે તો સરકારી યોજનામાંથી ખાનગી હોસ્પિટલના તથા
પ્રાઇવેટ પ્રેક્ટીસ કરતા કાર્ડિયોલીસ્ટને પણ નિમવામાં આવ્યા છે તેમના દ્વારા પણ આ
ઇકો કરી આપવામાં આવે છે પરંતુ પુરતો સમય નહીં ફાળવવાને કારણે અગાઉથી ટાઇમ આપ્યો
હોય તેવા દર્દીઓ અહીં લાઇન લગાવીને બેસી જાય છે સામે દર્દીઓને પુરતો સમય ફાળવીને
ડોક્ટરો જઇ પણ શક્તા નથી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]