મેંદરડા સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી સાથે કલા મહાકુંભના વિજય થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ - At This Time

મેંદરડા સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી સાથે કલા મહાકુંભના વિજય થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ


મેંદરડા સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મકરસંક્રાંતિ સેલિબ્રેશન ની ઉજવણી સાથે
કલા મહાકુંભ ના વિજય થયેલાં વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ

મેંદરડા સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે મકરસંક્રાંતિ સેલિબ્રેશન સાથે કલા-મહાકુંભમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મુખ્ય અતિથી વિશેષ તરીકે મેંદરડા તાલુકાનાં નવ-નિયુક્ત બાહોશ P.S.I. વાય.બી.હડિયા ઉપસ્થિત રહ્યાં હતાં. પી.એસ.આઇ હડિયા દ્વારા બાળકોને પ્રેરક ઉદબોધન આપીને પ્રોત્સાહિત કરેલ હતાં. સંસ્થાનાં મેનેજીંગ ડાયરેક્ટર પરેશભાઈ ડેડાણીયા દ્વારા શ્રી હડિયા સાહેબનું સન્માન પત્રક આપી અભિવાદન કરેલ હતું. આ તકે શાળાનાં આચાર્ય હિરેનભાઇ વ્યાસે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ P.S.I. શ્રી હડિયા સાહેબ તથા દેવાભાઈ વગેરે સ્ટાફનો આભાર પ્રગટ કરેલ હતો. સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કુલનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.