મેંદરડા ખાતે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન ના જન્મોત્સવ ની ભવ્યતા પૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ - At This Time

મેંદરડા ખાતે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન ના જન્મોત્સવ ની ભવ્યતા પૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ


મેંદરડા ખાતે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ

સવારે પટેલ સમાજ ખાતે થી વિધિવત પ્રસ્થાન કરી શહેર નાં રાજમાર્ગો સહીત વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા નીકળી જય જય શ્રી રામ ના નાદ સાથે સમગ્ર માહોલ રામમય બનીગયુ

આજ રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી ના જન્મોત્સવ નિમિત્તે મેંદરડા પટેલ સમાજ ખાતે સવારે આઠ કલાકે પ્રસ્થાન વડલી ચોક,અજમેરા ચોક, પાદર ચોક, સરકારી હોસ્પિટલ, સરદાર પટેલ ચોક, સહિત મેંદરડા ના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા જાહેર માર્ગો ઉપર ફરીવળેલ હતી. આ શોભાયાત્રા દરમ્યાન નગરજનો ને શરબત,છાશ, શેરડીનો રસ,ફરાળ વગેરે લોકોને પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવેલ.બાદ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નાજાપુર રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવેલ હતી

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન ની શોભાયાત્રામાં મેંદરડાના નાના-મોટા તમામ વેપારી ભાઈઓ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ જડબેસલાક બંધ રાખી શોભાયાત્રા મા જોડાયા હતા આ શોભાયાત્રામાં ભાઈઓ, બહેનો, બાળકો, વૃધ્ધો સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ , હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ, યુધ્ધ એજ કલ્યાણ ગૃપ, ખોડલધામ સમિતિ, મન મંદિર ટ્રસ્ટ સહીત વિવિધ સમિતિઓ,અને સંસ્થાઓ દ્વારા ભગવાન શ્રી રામચંદ્ર જન્મોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
રીપોર્ટીંગ- કમલેશ મહેતા મેંદરડા
9924390305


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.