સાયલા ના થોરીયાળી ગામની પ્રાથમિક શાળાના બાળકોને પૂજ્ય જાદરાબાપુ ના મંદિરે દર્શન કરાવ્યા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/p5d4zuhwrfjlf8ml/" left="-10"]

સાયલા ના થોરીયાળી ગામની પ્રાથમિક શાળાના બાળકોને પૂજ્ય જાદરાબાપુ ના મંદિરે દર્શન કરાવ્યા.


હાલના સમયમાં બાળકોને મોબાઈલ માં રસ હોય છે. એવા સમયમાં બાળકોને વાલી શિક્ષણ તો આપે જ છે. પણ સાથે સાથે જીવન જરૂરિયાત મુજબ બાળકોને ધાર્મિકવૃત્તિ માં પણ જ્ઞાન મળે એવુ કરવું જોઈએ. ત્યારે સાયલાના થોરીયાળી પ્રાથમિક શાળાના આચાર્ય તથા સ્ટાફ દ્વારા બાળકોને કાયમ ભણતર સાથે બહારની પ્રકૃતિ વિશે નિદર્શન કરવા માટે થોરીયાળી ની જાદરાબાપુ ના મંદિરે દર્શન કરવવામાં આવ્યા હતા.
કુદરતી લીલાછમ વૃક્ષો ની ઝાડી તથા બાળકોને રમણીય વાતાવરણ માં બગીચામાં રમતગમતના સાધનો સાથે બાળકો ખેલકુદ કરતા રમતા હતા. લગભગ થોરીયાળી પ્રાથમિક શાળાના 300 જેટલાં વિદ્યાર્થી એ દર્શનનો લાભ લીધો હતો. બાળકોએ જાદરાબાપુ ની ધૂન બોલાવી જયકાર નો નાદ બોલાવ્યો હતો. જાદરાબાપુ સેવક પરિવાર તરફથી આવેલ બાળકોને તથા શિક્ષક સ્ટાફને પ્રસાદ ની વ્યવસ્થા કરી આપી હતી. જાદરાબાપુના સેવક કનુભાઈ ખાચર દ્વારા જાદરાબાપુની જગ્યાની ટૂંકમાં માહિતી આપી હતી તથા પ્રાથમિક શાળાના આચાર્ય તથા સ્ટાફ દ્વારા સેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]