સાયલા ના સુદામડા શ્રીમતી ડી.પી શાહ હાઇસ્કૂલ માં યુવા નેતૃત્વ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7u0izffsuxuykbye/" left="-10"]

સાયલા ના સુદામડા શ્રીમતી ડી.પી શાહ હાઇસ્કૂલ માં યુવા નેતૃત્વ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.


હાલમાં યુવાપેઢી ને ઉજાગર કરવા સરકાર ઘણી યોજના સેમિનાર યોજે છે. જેમાં સાયલાના સુદામડા શ્રીમતી ડી.પી શાહ હાઇસ્કૂલ માં કમિશ્નર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુતિ નો વિભાગ ગાંધીનગર આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિ ની કચેરી સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા યુવક નેતૃત્વ તાલીમ શિબિર નું આયોજન કરાયું હતું.
જે અંતર્ગત સુદામડા બેંક ઓફ બરોડા માંથી મેનેજર કુલદીપસિહ ચોહાણ તેમજ સંજયભાઈ ક્લાર્ક ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં કુલદીપસિંહ ચૌહાણ દ્વારા શિબિર માં હાજર ભાઈ-બહેનો ને બેંકિંગ ની કામગીરી તથા બેકિંગ ક્ષેત્ર માં રહેલી રોજગારી ની તકો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. યુવાઓને માર્ગદર્શન સાથે ઉત્સાહ વધે એવા પ્રયાસો કરી રહ્યા છે. આ કાર્યક્રમ સફળ બનાવવામાં શ્રીમતી ડી.પી શાહ હાઇસ્કૂલના સ્ટાફ તથા બેન્ક ઓફ બરોડાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]