કૃષિ મહાવિદ્યાલય,ભરૂચના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. દિપા હીરામઠને જમ્મુ ખાતે રાષ્ટ્રીય મહાસંમેલનમાં એવોર્ડ મળ્યો - At This Time

કૃષિ મહાવિદ્યાલય,ભરૂચના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. દિપા હીરામઠને જમ્મુ ખાતે રાષ્ટ્રીય મહાસંમેલનમાં એવોર્ડ મળ્યો


કૃષિ મહાવિદ્યાલય,ભરૂચના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. દિપા હીરામઠને જમ્મુ ખાતે રાષ્ટ્રીય મહાસંમેલનમાં એવોર્ડ મળ્યો.

કૃષિ અર્થશાસ્ત્ર સંશોધન સમારોહ (AERA) – ૨૦૨૨ અંતર્ગત ૩૦ મા વાર્ષિક સંમેલનનું ત્રિદિવસીય તા. ૨૧-૨૩ ડિસેમ્બર-૨૦૨૨ આયોજન એગ્રીકલ્ચર ઈકોનોમીક્સ અને એગ્રીબીઝનેશ મેનેજમેન્ટ વિભાગ, શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજી, જમ્મુ ખાતે કરવામાં આવ્યુ.
સદર સન્મેલનમાં સમગ્ર ભારત વર્ષમાંથી ૩૦૦ વૈજ્ઞાનિક શ્રી ઓ, સંશોધનકાર શ્રી ઓ તથા પ્રાધ્યાપક શ્રી ઓ એ ભાગ લીધેલ હતો. જે માંથી કુલ ૮૭ વૈજ્ઞાનિક શ્રી ઓ એ પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધામાં જોડાયા હતા. કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, ભરૂચ કેમ્પસના અર્થશાસ્ત્ર વિભાગના મદદનીશ પ્રાધ્યાપક, ડૉ. દિપા હિરામઠ પોસ્ટર પ્રેઝન્ટેશનની થીમ “ એગ્રીકલ્ચર રીસોર્સ મેનેજમેન્ટ ” માં જોડાઈને “ ઈકોનો માઈઝીંગ રીસોસીસ ઈન બનાના કલ્ટીવેશન થ્રુ ડ્રીપ ઈરીગેશન ઈન સાઉથ ગુજરાત ” વિષય પર સુંદર પ્રસ્તુતિ અર્થે તેમને “ બેસ્ટ પોસ્ટર પ્રેઝન્ટેશન ” તરીકેનો એવોર્ડ એનાયત થયેલ છે. જે કૃષિ પરિવાર અને ખેડૂત આલમ માટે ખુશી અને ગૌરવની વાત છે. અર્થશાસ્ત્ર વિષયમાં તેમની આ સફળ સંશોધનની કારકીર્દી કૃષિ આલમ તથા વૈજ્ઞાનિક ઓ માટે ઉચ્ચ અને શ્રેષ્ઠ યોગદાન છે.
વિશેષ, અત્રેની કૃષિ મહાવિદ્યાલય, ન.કૃ.યુ., ભરૂચ કેમ્પસના આચાર્ય ડૉ. દિનેશભાઈ ડી. પટેલ એ સદર રાષ્ટ્રીય મહા સંમેલનમાં એવોર્ડ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ ડૉ. દિપા હીરામઠ ને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.