વડોદરા : સ્ટ્રીટ લાઈટના મેન્ટેનન્સના ટેન્ડરોમાં કોન્ટ્રાક્ટરોની રીંગ થતા વિવાદ. - At This Time

વડોદરા : સ્ટ્રીટ લાઈટના મેન્ટેનન્સના ટેન્ડરોમાં કોન્ટ્રાક્ટરોની રીંગ થતા વિવાદ.


કોર્પોરેટરના ક્વોટા ફોડવારી , સંસદ સભ્ય / ધારાસભ્યની ગ્રાંટ અન્ય ગ્રાંટ / બજેટ પેટેના સ્ટ્રીટલાઇટના નવિન તેમજ નિભાવણીના કામો યુનિટ રેટથી કરવા ત્રણ ઝોન માટે ૪. ૫૦ કરોડની મર્યાદામાં વાર્ષિક ઇજારો આપવાનું કામ સ્થાયી સમિતિમાં રજૂ થયું છે . આ તમામ ભાવપત્રો એક સરખી રકમના આવ્યા હોવાથી કામો મેળવવા ઇજારદારોએ રિંગ કરી હોવાની વિગતો બહાર આવતા વિવાદ સર્જાયો છે . ક સભાસદોના ક્વોટા / ફોડવારી , સંસદ સભ્ય , ધારાસભ્યની ગ્રાંટ , અન્ય ગ્રાંટ બજેટ પેટેના સ્ટ્રીટલાઇટના નવિન તેમજ નિભાવણીના કામો યુનિટ રેટથી કરવા દક્ષિણ , ઉત્તર અને પશ્ચિમ ઝોન માટે પ્રત્યેક ઝોનમાં રૂ . ૧. ૫૦ કરોડની મર્યાદામાં વાર્ષિક ઇજારો કરવાનાં કામે બે ભાગમાં ભાવપત્રો મંગાવતા કુલ ૨ ( બે ) ઇજારદારોના ભાવપત્રો આવેલ છે . પ્રથમ પ્રીક્વોલીફીકેશન બીડની ચકાસણી કરતાં આવેલ ઇજારદારો પ્રીક્વોલીફીકેશન બીડમાં ક્વોલીફાઇડ થતાં હોઇ તેઓના પ્રાઇઝબીડ ખોલવામાં આવ્યા હતા . સ્થાયી સમિતિમાં અલગ અલગ ત્રણ ઝોનના જે કામ રજૂ થયા છે તે તમામ ઝોનના કામના અલગ અલગ ઇજારદારના તમામ ઇજારાના ભાવ , એક સરખા , અંદાજ કરતા ૧૨. ૩૩ ટકા ઓછાના ભાવપત્રો આવ્યા છે . આથી અહીં ઇજારદારોએ કામ કરવા માટે રિંગ કરી હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે . તેમ છતાં ટેન્ડર સ્ક્રુટીની કમિટી દ્વારા સદર ભાવપત્રને સ્થાયી સમિતિમાં મંજુરી માટે રજુ કરવા ભલામણ કરેલ છે . જ્યારે સભાસદો , સાંસદ સભ્ય અને ધારાસભ્યોની ગ્રાન્ટની રકમ વાપરવામાં પણ જો ઈજારદારો રિંગ કરતા હોય તો અધિકારીઓ સાથે તેઓની સાંઠગાંઠ હોવાની બાબતને સમર્થન મળી રહ્યું હોવાનું પાલિકાની લોબીમાં ચર્ચાઇ રહ્યું છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.