વડોદરા : ચોરીના ગુનામાં સંડોવાયેલો રીઢો ચોર એક વર્ષ માટે તડીપાર. - At This Time

વડોદરા : ચોરીના ગુનામાં સંડોવાયેલો રીઢો ચોર એક વર્ષ માટે તડીપાર.


ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ગુનેગારને શહેર તથા વડોદરા જીલ્લામાંથી એક ( ૧ ) વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો છે . કમિ . ડો . સમશેર સિંધના માર્ગદર્શન મુજબ ઘરફોડ ચોરી , મોટરસાયકલ ચોરીની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરુધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને વડોદરા ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ તેમજ મોટરસાયકલ ચોરીના ગુનાઓમાં પકડાયેલ ઇસમ નામે અર્જુનસીંગ ઉર્ફે કથ્થોડી દર્શનસીંગ ઉ . વ . ૨૫ ( રહે . સરકારી વીમા દવાખાનાની પાછળ , ઝુપડપટ્ટીમાં વારસીયા ) ને અવાર - નવાર પકડયેલા હોય જેના વિરુધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા ઉપરી અધિકારી તરફથી સુચના મળેલ હતી . જેથી આરોપી વિરુદ્ધ તડીપાર દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા ઇસમને વડોદરા શહેર તથા વડોદરા જીલ્લામાંથી એક ( ૧ ) વર્ષ માટે તડીપાર હુકમ થતા કરવામાં આવ્યો હતો . હુકમની બજવણી કરી ઇસમને તેના સગાને ત્યાં મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.