અમરેલી સીટી પો.સ્ટે . “ e - FIR “ દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુન્હામા એક ઇસમને ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ouy19yknugxo3gjg/" left="-10"]

અમરેલી સીટી પો.સ્ટે . “ e – FIR “ દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુન્હામા એક ઇસમને ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ


અમરેલી સીટી પો.સ્ટે . “ e - FIR “ દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુન્હામા એક ઇસમને ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ

ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામા આવતી ઓનલાઇન સેવાઓમા વધારો કરી , વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ન જવું પડે અને ઘરે બેઠા ઓનલાઇન ફરીયાદ કરી શકે તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે ફરીયાદ કરવા “ e - FIR “ ની સુવિધાનો પ્રારંભ કરવામા આવેલ હોય જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ફોન ચોરી અંગે દાખલ કરવામાં આવતી “ e - FIR “ અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામા આવેલ હોય .

જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચા , પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં “ e - FIR “ થી દાખલ થયેલ ગુન્હાઓના આરોપીઓને પકડી પાડી , નાગરીકોના ચોરાયેલ વાહનો મોબાઇલ ફોન પાછા મળી રહે તે માટે જરૂરી સુચના આપેલ હોય નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે . પોલીસ ઇન્સ . શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના મુજબ સદરહું ગુન્હાની તપાસ હાથ ધરવામા આવેલ હોય અને તા .૨૪ / ૦૨ / ૨૦૨૩ ના રોજ અમરેલી પાણી દરવાજા પાસે વી.એમ.કુલ નામની દુકાન પાસેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની અંગઝડતી કરતા ચોરીમા ગયેલ મોબાઇલ ફોન મળી આવતા પકડાયેલ ઇસમને ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે .

પકડાયેલ મુદ્દામાલની વિગતઃ
૧ ) અમરેલી સટી પો.સ્ટે.ગુ.નં .૧૧૧૯૩૦૦૩૨૩૦૦૭૨ / ૨૦૨૩ ઇ.પી.કો.ક .૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરી થયેલ મોબાઇલ ફોન સેમસંગ કંપનીનો A04E મોડેલ નો કી.રૂ .૯૯૯૯ / - નો મોબાઇલ ફોન આરોપી પાસેથી રીકવર કરેલ છે .

પકડાયેલ આરોપીઓની વિગતઃ
( ૧ ) પરેશભાઇ વિનુભાઇ ઠાકર ઉ.વ .૪૪ ધંધો.વેપાર રહે.અમરેલી , લાઠી રોડ.પ્રમુખ સ્વામી નગર તા.જી.અમરેલી .

આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ . શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલ્સ ટીમના હેડ કોન્સ , દિનેશભાઇ વિનુભાઇ સરવૈયા તથા પો.કોન્સ. જગદીશભાઇ સાર્દુળભાઇ પોપટ તથા ધવલભાઇ દિલીપભાઇ મકવાણા તથા રાજેન્દ્રભાઇ દકુભાઇ ચૌધરી વી.પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]