જસદણમાં હુડકો સોસાયટીથી મફતીયાપરાને જોડતો મેજર બ્રીજની મંજુરીને આવકારતાં વિજયભાઈ રાઠોડ - At This Time

જસદણમાં હુડકો સોસાયટીથી મફતીયાપરાને જોડતો મેજર બ્રીજની મંજુરીને આવકારતાં વિજયભાઈ રાઠોડ


જસદણમાં હુડકો સોસાયટીથી મફતીયાપરાને જોડતો મેજર બ્રીજની મંજુરીને આવકારતાં વિજયભાઈ રાઠોડ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ શહેરમાં વિકાસના કાર્યોએ હરણફાળ ભરી છે એમાં વધું એક છોગુ ઉમેરાતા આ કાર્યને જસદણ જીઆઈડીસી એસોસિએશન અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડએ નવાં બ્રીજની મંજુરીને આવકારી ભાજપના ટોપ થી બોટમ સુધીના લોકોની આ કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે જસદણની ભાદરનદી પર હુડકો સોસાયટીથી મફતીયાપરા પર જે બ્રીજ બનશે એનાથી હજજારો લોકોને રાહત મળશે આ બ્રીજ થકી બન્ને વિસ્તારોનું અંતર પણ ઘટી જશે તાજેતરમાં શહેરની હુડકો સોસાયટીથી મફતીયાપરાને જોડતો મેજર બ્રીજ રૂપિયા ૩.૫૦૨૫ કરોડના ખર્ચે નગરપાલિકાને મંજુરી મળી જતાં આ પુલથી હજજારો લોકોને અવરજવરમાં રાહત થશે વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે જસદણ શહેરમાં તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો થયાં જેમાં ખાસ કરીને રમતગમતનું મેદાન વિવિઘ વિસ્તારમાં રોડ રસ્તા અને મુખ્યત્વે નગરપાલિકા પાસે પોતાનું કહી શકાય એવું મકાન ન હતું જુદાં જુદાં વિસ્તારમાં નગરપાલિકા ફરતી હતી એનું અઘતન બિલ્ડિંગ હાલ તૈયાર થઈ રહ્યું છે હાલ તો નવા બ્રીજને મંજૂરીને મહોર મારવામાં આવતાં લોકોમાં ખુશીનો કોઈ પાર નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.