અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૦૨૪/૨૦૨૫ નું મેગા બજેટ રજૂ કર્યું - At This Time

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૦૨૪/૨૦૨૫ નું મેગા બજેટ રજૂ કર્યું


તા:-૩૧/૦૧/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ૨૦૨૪/ ૨૦૨૫ નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજૂ કર્યું ૫ મહત્વની બાબત ધ્યાનમાં રખાઇ

AMC ના વર્ષ ૨૦૨૪/૨૦૨૫ ના ડ્રાફ્ટ બજેટમાં કરેલા આયોજનની હાઈલાઈટ્સ
૧૫.૬૫ કીમી લંબાઈના ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ ફેઝ-૨-
૧૨૩૦/- કરોડના ખર્ચે આયોજન

ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધી ૪.૫ કિ.મી. પશ્ચિમ પૂર્વ બન્ને બાજુએ રીવરફન્ટ ફેઝ-૩ નું ૧ હજાર કરોડનાં ખર્ચે આયોજન ૨૫૦ કિ.મી.ના રસ્તા રીગ્રેડ, ૫૦ કિ.મી.ના માઈકો રીસરફેસીંગ તથા ૧૦૦ કિ.મી.ના ડસ્ટ ફ્રી રોડ મળી કુલ ૪૦૦ કિ.મી.ના રોડ ૭૯૦/- કરોડનાં ખર્ચે બનાવાશે
૧૩૫/- કરોડનાં ખર્ચે ૦૫ આઈકોનિક રોડ બનાવાશે જેમાં પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોક-વે, સીટીંગ એરેજમેન્ટ, ઈ.વી.ચાર્જિંગ સાથેની સુવિધાઓ હશે લો-ગાર્ડન પ્રીસીન્ટ ડેવલપમેન્ટ અંતર્ગત લો-ગાર્ડનની આજુબાજુનાં રોડ ડેવલપમેન્ટનું ૭૫/- કરોડનાં ખર્ચે આયોજન ૧૫/- કરોડનાં ખર્ચે શહેરના પ્રવેશ થતા ચારે બાાજુના રોડ પર સીટી એન્ટ્રી ગેટ બનાવવાનું આયોજન
Olympic-૨૦૩૬ ધ્યાને લઇ ૫ કરોડનાં ખર્ચે સીટી માસ્ટર પ્લાન જેમાં રોડ, ડ્રેનેજ, વોટર અને ટ્રાફિક બનાવવાનું આયોજન
૪૫/- કરોડનાં ખર્ચે વર્ષ દરમિયાન વિવિધ ટી.પી. માં ૬૫ કિ.મી.નાં ટી.પી. રોડ ખોલવાનું તથા રસ્તા બનાવવાનું આયોજન છે. જેમાં હંસપુરા, ચિલોડા, ભાડજ, મકરબા, સરખેજ, કઠવાડા, કમોડ, નિકોલ સાથેનાં નવા સમાવિષ્ટ વિસ્તારનો સમાવેશ થશે.કરવામાં આવશે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.