બોટાદ જિલ્લાના ગઢડાનાં હરીપર અને હોળાયા ગામની સીમમાં દીપડો દેખાયો - At This Time

બોટાદ જિલ્લાના ગઢડાનાં હરીપર અને હોળાયા ગામની સીમમાં દીપડો દેખાયો


બોટાદ જિલ્લાના ગઢડાનાં હરીપર અને હોળાયા ગામની સીમમાં દીપડો દેખાયો

ગઢડા તાલુકાના હરીપર અને હોળાયા ગામની સીમમાં દીપડો દેખાતા વનવિભાગની ટીમ દોડી આવી.દીપડો દેખાયાનાં સમાચાર મળતા મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં ઉમટી પડ્યા. અને વનવિભાગ આર.એફ.ઓ આઈ એસ.પ્રજાપતિ દ્વારા લોકો ને સાવચેત રેહવા માટે અપીલ કરવામાં આવી.બોટાદ જિલ્લાના ગઢડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી વન્ય પ્રાણીઓ જોવા મળી રહ્યાં છે એકાદ મહિના પેહલા ગઢડાનાં અનેક વિસ્તારોમાં સિંહ જોવા મળ્યો હતો અને પશુ ઓનું મારણ પણ કરવામાં આવેલ છે તેમજ આ વિસ્તારના લોકોને અને ખેડૂતોને દીપડાની જાણ થતાં ત્યાં લોકોનાં ટોળાં જોવા મળ્યાં હતાં બીજી તરફ દીપડો કંઈ બાજુ છે તે જોવા માટે વન વિભાગ ની ટીમ કામે લાગી છે તેમજ લોકો ને સાવચેત રેહવા માટે અપીલ કરવામાં આવેલ છે.

પ્રતિનિધિ: સંજના મકવાણા, ગઢડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.