ઉમરાળા કોર્ટ કમ્પાઉન્ડ ખાતે વિશ્વ પૃથ્વી દીવસની ઉજવણી નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું - At This Time

ઉમરાળા કોર્ટ કમ્પાઉન્ડ ખાતે વિશ્વ પૃથ્વી દીવસની ઉજવણી નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું


ઉમરાળા કોર્ટ કમ્પાઉન્ડ ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી પૃથ્વી પર રહેતા તમામ પ્રાણીઓ અને છોડને બચાવવા અને સમગ્ર વિશ્વમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે 22 એપ્રિલે ‘પૃથ્વી દિવસ’ની ઉજવણી શરૂ કરવામાં આવી હતી 1970માં શરૂ થયેલી આ પરંપરાને વિશ્વએ દિલથી અપનાવી હતી અને આજે દર વર્ષે પૃથ્વી દિવસના અવસરે લગભગ સમગ્ર વિશ્વમાં લોકો પૃથ્વીને હરિયાળી રાખવા અને પૃથ્વી પરના તમામ પ્રકારના જીવ જંતુઓને પોતાના અધિકારો આપવા માટે એક સંકલ્પ લેવામાં આવે છે ત્યારે ઉમરાળા નામદાર પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ઉમરાળા ખાતે "વિશ્વ પૃથ્વી દિવસ નિમિતે" વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચેરમેન તાલુકા કાનૂની સેવા સમિતિ ઉમરાળા ના એડી.ચીફ.જ્યુ મેજી.વાઘેલા ઉમરાળા બાર એસોસિએશન ના પ્રમુખ વકીલ મિત્રો,કોર્ટ સ્ટાફ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ ના PLV મેમ્બર શ્રીઓ,પોલીસ સ્ટાફ,હોમગાર્ડ,GRD જવાનો ઉમરાળા ફોરેસ્ટ સ્ટાફ સહિત સંકલન થી વૃક્ષા રોપણ કાર્યકમ યોજાયો હતો અને "વિશ્વ પૃથ્વી ડે"ની ઉજવણી કરેલ અને વધુમાં જણાવતા 22 એપ્રિલ 1970 માં સૌ પ્રથમ વખત અમેરિકાના શહેરોમાં પૃથ્વી દિવસ ની ઉજવણી કરાયા બાદ આ ઉજવણી એક આંદોલન સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વિકાસ પામી ઇ.સ.2000ના વર્ષમાં ઈન્ટરનેટ ના માધ્યમથી પૃથ્વી બચાવોની હાંકલ કરવામાં આવતા તા.22 મી એપ્રિલ ની તે ઉજવણીમાં 184 દેશોના કરોડો લોકોએ આ દિવસ ઉજવ્યો હતો વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી વેળાએ જો પ્રત્યેક ભાવેણા વાસીઓ ઓછામાં ઓછું એક વ્રુક્ષનું અવશ્ય વાવેતર કરી તેના સંપૂર્ણ ઉછેરની જવાબદારી લેવી જોઈએ આ ઉપરાંત પ્રદૂષણ ફેલાવતી ચીજ વસ્તુઓને બદલે ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓ વાપરીશ અને બને ત્યાં સુધી વાતાવરણને પ્રદૂષિત કરીશ નહિ તેવા શપથ ગ્રહણ કરવા જોઈએ કાર્બન ડાયોક્સાઈડ માં થતા વધારાને લીધે ગરમ વાયુઓ વાતાવરણમાં જ રહેતા ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાઈ રહી છે જેથી ઓઝોન નું પડ તૂટી રહ્યું છે પરિણામ ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે આપણે પ્રદૂષણ ઘટાડી એ વૃક્ષો વાવશું તો જ પૃથ્વીને બચાવી શકીશુ આપણે તાજેતરમાં અનુભવ અનુભવ્યો છે જે વર્ષ 2020.2021 ના રોજ કોરોના કાળને દેશવાસી સહિતના કેમ ભૂલી શકે? વૃક્ષો નું નિકંદન થતા ઓકસીજન અભાવ ને લઈ અનેક ના મોત થયા છે.. તો આવો આપણે સૌ વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરવાનો
સંદેશો આપ્યો હતો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.