બોટાદ પોલીસમાં સન્નાટો; ડી. જી. ઓફિસ દ્રારા એલ. સી. બી, એસ. ઓ. જી. સહિતના પોલીસ કર્મચારીઓની કરાઈ બદલી - At This Time

બોટાદ પોલીસમાં સન્નાટો; ડી. જી. ઓફિસ દ્રારા એલ. સી. બી, એસ. ઓ. જી. સહિતના પોલીસ કર્મચારીઓની કરાઈ બદલી


બોટાદ પોલીસમાં સન્નાટો; ડી. જી. ઓફિસ દ્રારા એલ. સી. બી, એસ. ઓ. જી. સહિતના પોલીસ કર્મચારીઓની કરાઈ બદલી

બરવાળા લઠ્ઠાકાંડને લઈ પોલીસ વિભાગના જવાબદાર અધિકારી તેમજ કર્મચારીઓ દ્રારા ફરજમાં બેદરકારી થઈ હોય જેના ભાગ રૂપે ગઈકાલે ગ્રહ વિભાગ દ્રારા બોટાદ તેમજ અમદાવાદ ગ્રામ્ય એસ. પી. ની બદલી સહિત 6 જેટલા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરતા પોલીસ આલમમાં ફફડાટ જોવા મળતો હતો. ગ્રહ વિભાગ દ્રારા 2 આઈ. પી. એસ. સહિત ડી. વાય એસ. પી., પી. આઈ તેમજ પી. એસ. આઈ મળી કુલ 6 લોકોને સસ્પેન્ડ કરતા ગઈકાલથી જ પોલીસ કર્મચારીઓમાં અલગ અલગ ચર્ચાઓ સાથે ભયનો માહોલ હતો. તે વાતની ચર્ચા વચ્ચે આજે ડી. જી. ઓફિસ દ્રારા એલ. સી. બી, એસ. ઓ. જી. સહિત રાણપુર તેમજ બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કુલ 12 પોલીસ કર્મચારીને અલગ અલગ જિલ્લામાં બદલીનો ઓડર કરતા પોલીસ બેડાંમાં હાલ તો ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.