બાલાસિનોર કોલેજ ખાતે “નશામુક્ત ભારત અભિયાન (NMBA )” કાર્યક્રમ યોજાયો - At This Time

બાલાસિનોર કોલેજ ખાતે “નશામુક્ત ભારત અભિયાન (NMBA )” કાર્યક્રમ યોજાયો


બાલાસિનોર એસ. એચ. દેસાઈ આર્ટસ એન્ડ એલ. કે. એલ. દોશી કોમર્સ કોલેજ ખાતે “નશામુક્ત ભારત અભિયાન ( NMBA )” અંતર્ગત જીલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષકુમારના માર્ગદર્શન હેઠળ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની ની કચેરી દ્રારા કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે મહીસાગરના જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી રેણુકાબેન મેડા દ્રારા “નશામુક્ત ભારત અભિયાન ( NMBA ) મહીસાગર જીલ્લામાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી દ્રારા નશીલા પદાર્થો દુરુપયોગ
અટકાવવા તેના શિક્ષણ, જાગૃતી તાલીમ અને પુન: સ્થાપન મુદ્દાઓ પર યુવાનો, મહિલાઓની સક્રિય ભાગીદારીથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં નશામુક્ત ભારત અભિયાન ( NMBA ) હેઠળ શપત લેવડાવવામાં આવેલ હતી.

“નશામુક્ત ભારત અભિયાન ( NMBA ) કાર્યક્રમમાં જીલ્લા જનરલ હોસ્પિટલ લુણાવાડાના મનોચીકીસ્ક વિભાગના શ્રી નયનાબેન ઉપાધ્યાય તેમજ ઇન્ચાર્જ જીલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી અને કોલેજના પ્રાધ્યાપકો સહિત કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.