રાજકોટ એરપોર્ટ પર મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એસી બંધ થતા મુસાફરો પરસેવે રેબઝેબ, કહ્યું- લોકલ સિટી બસ જેવી વ્યવસ્થા - At This Time

રાજકોટ એરપોર્ટ પર મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એસી બંધ થતા મુસાફરો પરસેવે રેબઝેબ, કહ્યું- લોકલ સિટી બસ જેવી વ્યવસ્થા


રાજકોટથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એસી બંધ થતાં મુસાફરો હેરાન-પરેશાન થયા હતા. ગરમીમાં મુસાફરોએ મુસાફરી કરી હતી. ફ્લાઈટમાં એસી બંધ થઈ જતાં મુસાફરો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. આથી મુસાફરોએ દેકારો કર્યો હતો. એસી કયા કારણોસર બંધ હતું તેવું જાણવા મળ્યું નથી. પરંતુ મુસાફરોએ અસહ્ય ગરમીમાં કેવી હાલાકી પડી રહી છે તેનો ફ્લાઈટ અંદરથી જ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જેમાં એક મુસાફરે જણાવ્યું હતું કે, લોકલ સિટી બસ જેવી વ્યવસ્થા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.