કુટુંબ, કારકીર્દી અને લોકશાહીના ધડતર માટે દરેક સ્ત્રીનો મત છે મહત્વનો….આ છે અવસર લોકશાહીનો… - At This Time

કુટુંબ, કારકીર્દી અને લોકશાહીના ધડતર માટે દરેક સ્ત્રીનો મત છે મહત્વનો….આ છે અવસર લોકશાહીનો…


બોટાદ જિલ્લામાં ૧૪ સખી મતદાન મથકો કાર્યરત કરાયા

કીરદાર છે અનેક, નિભાવું છું સફળતાથી,મતદાર છું સચેત, નિભાવું છું ફરજ મતદાન કરવાની…કુટુંબ, કારકીર્દી અને લોકશાહીના ધડતર માટે દરેક સ્ત્રીનો મત છે મહત્વનો….આ છે અવસર લોકશાહીનો…મહિલા મતદારોને મહત્તમ મતદાન કરવા પ્રોત્સાહિત કરવા આવા સંદેશ સાથે બોટાદ જિલ્લામાં મહિલાઓ દ્વારા સંચાલિત સખી મતદાન કેન્દ્રો કાર્યરત થઈ ગયા છે. સખી મતદાન કેન્દ્રો પર મહિલા અધિકારીઓ અને કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ ઝળકી રહ્યો છે. આ મતદાન મથકોમાં ચૂંટણીને લગતી તમામ કામગીરી મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે.
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે બોટાદ જિલ્લામાં 106-ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં કુલ નોંધાયેલાં મહિલા મતદારોની સંખ્યા 1,27,530 અને 107-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં 1,40,556 મળીને કુલ 2,68,086 નોંધાયેલી મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.