અવસર લોકશાહીનો-લીલાછમ વૃક્ષોથી સુશોભિત બોટાદની જોટીંગડા પ્રાથમિક શાળા ખાતે ઈકો ફ્રેન્ડલી મતદાન મથક તૈયાર કરાયું - At This Time

અવસર લોકશાહીનો-લીલાછમ વૃક્ષોથી સુશોભિત બોટાદની જોટીંગડા પ્રાથમિક શાળા ખાતે ઈકો ફ્રેન્ડલી મતદાન મથક તૈયાર કરાયું


ખાદીના બેનર્સ, વાંસની ટોપલીઓ, કાપડ અને કાગળની ચીજ વસ્તુઓથી મતદાન મથક સુસજ્જ

સર્વત્ર લીલાછમ વૃક્ષોથી સુશોભિત બોટાદની જોટીંગડા પ્રાથમિક શાળા ખાતે ઈકો ફ્રેન્ડલી મતદાન મથક તૈયાર કરાયું છે. પક્ષીઓના કલરવ વચ્ચે મતદારો પ્રફુલ્લિત મને મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા અહીં ઉભી કરવામાં આવી છે. ખાદીના કાપડમાંથી બનાવેલા બેનર્સ, વાંસની ટોપલીઓ, કાપડ અને કાગળની ચીજ વસ્તુઓથી આ મતદાન મથક સજાવવામાં આવ્યું છે. મહત્તમ મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય અને લોકશાહીના મહાપર્વમાં ઉમંગપૂર્વક ભાગ લે તે હેતુથી જોટીંગડાની પ્રાથમિક શાળા ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. પ્રિસાઈડીંગ ઓફિસરશ્રી ડો. મેઘરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા આ ઇકોફ્રેન્ડલી મથકનું સુંદર સુશોભન કરવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.