હળવદમાં આગામી રવિવારે ફ્રી મેગા મેડીકલ કેમ્પ યોજાશે - At This Time

હળવદમાં આગામી રવિવારે ફ્રી મેગા મેડીકલ કેમ્પ યોજાશે


હળવદ શહેરમાં ખાનગી હોસ્પિટલના સહયોગથી આગામી તારીખ ૨૮ ને રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ કલાક સુધી HES સ્કૂલ, આઈ ટી આઈ કેમ્પસ, શિશુ મંદિર પાસે સરા રોડ હળવદ ખાતે ફ્રી મેગા મેડીકલ કેમ્પ યોજાશે

જે કેમ્પમાં દર્દીઓને ફ્રી દવાઓ, એક્સ-રે, ECG અને RBS સહિતની સેવાઓ મળશે તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ ધારકો માટે ઓપરેશન નિશુલ્ક સારવારનો લાભ મળશે હળવદના સેવાભાવી યુવાન અને જીલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઇ દવેના જન્મદિવસ પ્રસંગે ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન આયુષ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું છે

જે કેમ્પને સફળ બનાવવા વિશ્વ હિંદુ પરિષદ-પાટિયા ગ્રુપ-છોટા કાશી હળવદ સેવા ગ્રુપ- ફ્રેન્ડસ યુવા ગ્રુપ, યુવા ભાજપ, ધર્મપ્રેમી સેવા મંડળ અને હળવદ એજ્યુકેશન સોસાયટી સહિતની સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.