હળવદમાં ચામુંડા માતાજીના માંડવામાં ઝાલાવાડના 82 ગામના ભુવા ઉપસ્થિત રહ્યા - At This Time

હળવદમાં ચામુંડા માતાજીના માંડવામાં ઝાલાવાડના 82 ગામના ભુવા ઉપસ્થિત રહ્યા


હળવદના રોડ ઉપર આવેલા ચામુડા માતાજીનું મંદિરે શેખાવા પરિવારના કુળદેવી ચામુંડા માતાજી ના નવરંગ માંડવામાં ઝાલાવાડના 82 ગામના ભુવાઓઉપસ્થિત રહીને માતાજીના માંડવામાં ડાક ડમરું અને માતાજીના ગરબા મહા પ્રસાદ માતાજીના પ્યાલા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું

હળવદના સરા રોડ ઉપર આવેલ જુના આંબેડકર નગર ખાતે શેખાવા પરિવારના કુળદેવી ચામુંડામાતાજી અને રણેશી માતાજી.વહાણવટી માતાજીના મઢખાતે ‌.ચામુંડા માતાજીના નવરંગ માંડવાનો આયોજન કરાયું હતું આ ત્રણ દિવસ ચાલેલ માતાજીના નવરંગ માંડવા નિમિત્તે 22 /4/રાત્રે ડાક ડમરૂ કાર્યક્રમ તેમજ ભુવાઓનું પુષ્પગુચ્છથી ‌સન્માન કરવામાં આવ્યું હતું તારીખ 23 /4 ના રોજ માતાજી પ્યાલા માતાજીના ગરબા અને મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું આ ચામુંડા માતાજીના નવરંગ માંડવામાં ઝાલાવાડના 82 ગામના ભુવાઓ ડાક ડમરુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ચામુંડા માતાજીના ભુવા હસમુખભાઈ શેખાવા . રણેશી માતાજીના ભુવા ડાયાભાઈ શેખાવા પઢિયાર .હરેશભાઈ પરમાર પઢીયાર પ્રકાશભાઈ શેખાવા . જયંતીભાઈ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમજ બહારગામ આવેલા ભુવાઓનો ફુલહાર વિધિ કરીને સન્માન કરાયું હતું આ નવરંગ માંડવાને સફળ બનાવવા કિશોરભાઈ પરમાર. અંકિતપરમાર .ઓમ કુમાર શેખાવા જયેશભાઈ પરમાર. હીમેશ વાઘેલા દેવ શેખાવા. વિશાલ શેખાવા હિતેશભાઈ શેખાવા . હાર્દિક પરમાર .સહિત ભારે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.