ખેડા જિલ્લાનું કનીજ ગામ  ૧૦૦ ટકા "નળ સે જળ"  યુક્ત ગામ બન્યું - At This Time

ખેડા જિલ્લાનું કનીજ ગામ  ૧૦૦ ટકા “નળ સે જળ”  યુક્ત ગામ બન્યું


ખેડા જિલ્લાનું કનીજ ગામ  ૧૦૦ ટકા " નળ સે જળ" યુક્ત ગામ બન્યું

વાસ્મો યોજના હેઠળ ગામમાં તમામ ઘરોમાં નળ થી જળ આવી પહોંચ્યું 
“નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પેયજળ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ છે. આ યોજના અંતર્ગત વ્યક્તિદીઠ નિયમિત રીતે ઓછામાં ઓછું ૧૦૦ લિટર પીવાલાયક પાણી ગ્રામ્ય વિસ્તારોમાં મળતું થાય તેવી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ યોજનાનો મુળભૂત ઉદ્દેશ્ય ગ્રામ પંચાયતોને અને ગામના લોકોને પોતાના ગામની આંતરિક પાણી પુરવઠા યોજના સંભાળી શકે તથા ગામમાં સ્વચ્છતાલક્ષી ટેવો વિકસાવવાનો છે. ગુજરાતભરના ગામડાઓના લોકો પેયજળ બાબતે અને સ્વચ્છતાની સુવિધાઓનું વ્યવસ્થાપન કરવા માટે જાતે પગલાં લઇ શકે તે રીતે આ કાર્યક્રમનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. 

આ કાર્યક્રમ હેઠળ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કનીજ ગામમાં વાસ્મો યોજના હેઠળ ગામમાં ૧૦૦% ઘરોમાં નળ થી જળ આવી પહોંચ્યું છે. કનીજ ગામમાં ૨,૦૦,૦૦૦ લીટરની પાણીની ટાંકી, સોમેશ્વર લાટમાં ૧,૦૦,૦૦૦ લીટર પાણીની ટાંકી, મોટી ભાગોળમાં ૧,૦૦,૦૦૦ લીટર પાણીની ટાંકી વાસ્મો યોજના અંતર્ગત બનાવવામાં આવી છે. જેથી ગામમાં છેવાડાના ફળિયા સુધી નળ થી જળ પહોંચ્યું છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.