181 તેમજ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર દ્વારા પાંચ વર્ષ બાદ પતિ પત્નીનું સુખદ સમાધાન - At This Time

181 તેમજ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર દ્વારા પાંચ વર્ષ બાદ પતિ પત્નીનું સુખદ સમાધાન


અરજદારના લગ્નને પાંચ વર્ષ જેટલો સમયગાળો થયેલો સંતાનમાં ચાર બાળકો અરજદાર અને તેના પતિ વ્યવસાય અર્થે મુંબઈ મહારાષ્ટ્રમાં ગયેલા જ્યાં અરજદારના પતિને અન્ય સ્ત્રી સાથે લગ્ન બાહ્ય સંબંધો થતાં અરજદારના પતિ અરજદાર અને તેમના બાળકોને મૂકીને અન્ય સ્ત્રી સાથે પાંચ વર્ષ પહેલા રહેવા જતા રહેલા અરજદાર તેમના બાળકોને લઈ સાસરીમાં રહેતા છૂટક મજૂરી કરી તેમનું ગુજરાન ચલાવતા અરજદારના પતિને સમાચાર મળ્યા કે પત્ની માતા પિતા સાથે ઘર કંકાસ થાય છે આ સમાચાર સાંભળતા અરજદારના પતિ તેમના ઘરે આવેલા અને અરજદારને કહ્યું તને તારા માતા-પિતાને સોંપી દેવાની છે તારે જ્યાં જવું હોય ત્યાં જતી રહે આ સાંભળતા અરજદારે તુરંત 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી મદદ મેળવેલ 181 ટીમના કાઉન્સેલર પરમાર જલ્પા બેન એ સ્થળ પર પહોંચી બંને પતિ પત્ની નું કાઉન્સિલિંગ કરેલ બંને સાથેની વાતચીત દરમ્યાન લાંબા ગાળાના કાઉન્સેલિંગની જરૂરિયાત જણાતા અરજદાર ને pbsc સેન્ટર વિષે અરજદાર ને માર્ગદર્શન આપેલ ત્યારબાદ બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરમાં અરજદારની ઈચ્છા મુજબ અરજી રીફર કરેલ pbsc માં અરજી લઈ કાઉન્સેલર રીંકલ બેન મકવાણા દ્વારા બંને પતિ પત્નીનું વ્યક્તિગત તેમજ ૨ વાર જૂથ મીટીંગ દ્વારા કાઉન્સિલિંગ કરી અરજદારના પતિને મહિલા લક્ષી કાયદાઓ વિશે કાનૂની માહિતી અને માર્ગદર્શન આપેલ કાઉન્સેલિંગ ની દરમ્યાનગીરી દ્વારા અરજદાર ના પતિને પોતાની ભૂલ સમજાયેલ પીબીએસસી કાઉન્સિલર દ્વારા આપવામાં આવેલ કાયદાકીય અને કાનૂની માહિતી દ્વારાઅરજદારના પતિ અરજદારને પોતાની સાથે રાખવા તૈયાર થયા અરજદાર ચાલુ કેસે પતિ સાથે રેહવા તૈયાર થતાં અરજદાર ના પતિ દ્વારા હવે ક્યારે પત્નીને મૂકીને ક્યાંય નહીં જાય તેવી લેખિત બાહેંધરી અને અરજદાર ને વિશ્વાસ અપાવેલ અરજદારે ચાલુ કેસે પતિ સાથે સમાધાન કરેલ અરજદાર ને સેન્ટર પર બોલાવી ફ્લોપ પણ લેવામાં આવેલ બને પક્ષ એકબીજા સાથે ખુશ છે પાંચ વર્ષ બાદ સુખદ સમાધાન થતા બંને પતિ પત્નીએ પીબીએસસી સેન્ટર તેમજ 181 નો આભાર વ્યક્ત કરેલઆભાર વ્યક્ત કરેલ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.