અમરેલી જિલ્લાના શહેર વિસ્તારના બાકી ઇ-ચલણના કુલ ૧૨૨૯ કેસ આગામી તા.૧૧ મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય લોક અદાલતમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ CCTV માં કેદ થયેલ કેસો મુકવા બાબત. - At This Time

અમરેલી જિલ્લાના શહેર વિસ્તારના બાકી ઇ-ચલણના કુલ ૧૨૨૯ કેસ આગામી તા.૧૧ મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય લોક અદાલતમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ CCTV માં કેદ થયેલ કેસો મુકવા બાબત.


અમરેલી જિલ્લાના શહેર વિસ્તારના બાકી ઇ-ચલણના કુલ ૧૨૨૯ કેસ આગામી તા.૧૧ મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય લોક અદાલતમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ CCTV માં કેદ થયેલ કેસો મુકવા બાબત.

અમરેલી જીલ્લાના વિશ્વાસ પ્રોજેકટ હેઠળ અમરેલી શહરે વિસ્તારમાં અલગ અલગ ૩૨ લોકેશનો પર સીસીટીવી કેમેરા લખાવામા આવેલ છે. અમરેલી શહેરમા કુલ ૩૨ લોકેશનો ઉપર સીસીટીવી કેમેરા કાર્યરત છે જેનું મોનીટરીંગ અમરેલી ‘‘ નેત્રમ ‘‘ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી કરવામા આવે છે.

અમરેલી શહેરમા નેત્રમ દ્વારા મોકલવામાં આવેલા ઇ-ચલણો સંદર્ભે ન ભરાયેલા ઇ-ચલણના ૧,૨૨૯ કેસો આગામી તા.૧૧/૦૨/૨૦૨૩ ના રોજ યોજાનાર લોકઅદાલતમાં મુકવામા આવશે અમરેલી શહેરમા કાયદો અને વ્યવસ્થા જળવાય તેમ નિયમો તથા ટ્રાફીક નિયમનનું પાલન થાય તે ઉદેશથી વિશ્વાસ પ્રોજેકટ હેઠળ અમરેલી શહેરના અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડવામા આવ્યા છે તેના મારફત ટ્રાફીક નિયમનનો ભંગ કરનારને ઇ-ચલણ મોકલવામા આવે છે. પરંતુ આ ચલણ મળ્યા બાદ અમુક નાગરિકો આ ચલણની રકમ ભરતા નથી જેથી પોલીસ વિભાગ દ્વારા કાનૂનિ સેવા સમિતી, શહેર અદાલત મારફત તા.૧૧/૦૨/૨૦૨૩ ના રોજ અમરેલી કોર્ટ મધ્યે યોજાનાર લોક અદાલતમાં આવા ચલણ ન ભરવાના ૧,૨૨૯ કેસો મુકવામા આવશે જેમા આ ચલણની રકમ ભરપાઇ કરવા સમજાવવામા આવશે તેમ છતા પણ જો કોઇ ઇ-ચલણની રકમ નહી ભરે તો તેના વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરવામા આવશે.

ઇ-ચલણની રકમ ચુકવણી VISWAS E-CHALLAN મોબાઇલ એપ્લિકેશન મારફત ભરી શકાય, http://echallanpayment.gujarar.gov.in આ વેબસાઇટ મારફત ભરી શકાય, નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર, એસ.પી.કચેરીની પાછળ, ચિતલ રોડ, અમરેલી ખાતે ભરી શકાય છે.

*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.