બરવાળા તાલુકાના પીપરીયા ગામે તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઈ વિધાનસભાના વિસ્તારક સહિત સંગઠનના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત - At This Time

બરવાળા તાલુકાના પીપરીયા ગામે તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઈ વિધાનસભાના વિસ્તારક સહિત સંગઠનના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત


બરવાળા તાલુકાના પીપરીયા ગામ ખાતે બરવાળા તાલુકા ગ્રામ્ય ભાજપ સંગઠનની વિશેષ કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં આગામી વિધાનસભાની ચૂંટણી સહિતના સંગઠનના આગામી કાર્યોને લઈ ચર્ચા વિચારણા અને આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં ધંધુકા વિધાનસભા બેઠકના ભાજપના વિસ્તારક પાર્થભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું અને આગામી કાર્યોને લઈ સૂચન કર્યું હતું, બેઠકમાં તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.