*બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ,બોટાદ જિલ્લા દ્વારા સેવા સપ્તાહ કાર્યક્ર્મ યોજાયો* - At This Time

*બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ,બોટાદ જિલ્લા દ્વારા સેવા સપ્તાહ કાર્યક્ર્મ યોજાયો*


*બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ,બોટાદ જિલ્લા દ્વારા સેવા સપ્તાહ કાર્યક્ર્મ યોજાયો*
આજરોજ માનવ મંદ સેવાશ્રમ સમઢીયાળા,બોટાદ ખાતે,હાલ માં સમગ્ર દેશ માં બજરંગ દલ દ્વારા સેવા સપ્તાહ શરૂ હોય, એ નિમિત્તે, બોટાદ જિલ્લા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ નાં સંયુક્ત ઉપક્રમે સંસ્થા માં રેહતા 75 દિવ્યાંગ લોકોને નાસ્તો અને ઠંડા પીણાંની વ્યવસ્થા કરવામાં આવેલ.
આ પ્રસંગે બોટાદ જિલ્લા ડીવાયએસપી ત્રિવેદી સાહેબ અને પી.આઈ ચૌધરી સાહેબ ખાસ ઉપસ્થિત રહેલ,આ ભગીરથ સેવા કાર્ય માટે,આમંત્રિત મહેમાનો નાં વરદ હસ્તે સંસ્થાના સંચાલક ધનજીભાઈનું શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ અર્પણ કરી સન્માન કરવા માં આવેલ.
ત્યારબાદ બજરંગ દળના કાર્યકર કલ્પેશભાઈ દ્વારા ત્રિવેદી સાહેબનું સન્માન કરવામાં આવેલ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર ભગીરથસિંહ વાઘેલા દ્વારા પીઆઇ ચૌધરી સાહેબ નું સન્માન કરવામાં આવેલ.
આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ જિલ્લા અધ્યક્ષ સતુભાઈ ધાધલ, પ્રખંડ અઘ્યક્ષ મોન્ટુભાઈ માળી, બજરંગ દળ પ્રમુખ મહેશભાઈ કણજરીયા,મંત્રી અલ્કુભાઈ ધાધલ, અમરીશભાઈ અને બહોળી સંખ્યામાં જિલ્લા નાં તમામ કાર્યકરો ઉપસ્થિત રહેલ.કાર્યક્રમ નું સંચાલન અને આભાર વિધિ બોટાદ જિલ્લા ભાજપ શિક્ષણ સેલ સંયોજક મયુરસિંહ ભાટી દ્વારા કરવા માં આવેલ. કાર્યક્રમનાં અંતમાં વિશ્વ કલ્યાણ અને શાંતી માટે,અને દિવ્યાંગ લોકોના સારા સ્વાસ્થ્ય માટે *ભગવાન શ્રીરામની ધૂન અને હનુમાન ચાલીસા* નું ભાવ પૂર્વક ગાન કરી,કાર્યક્રમનું સમાપન કરેલ અને 75 દિવ્યાંગ ભાઈઓ બહેનોને ગરમાગરમ નાસ્તા અને ઠંડા પીણાંની વ્યવસ્થા કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.