આજે સક્ષમ ના સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે..... - At This Time

આજે સક્ષમ ના સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે…..


ખેલમહાકુંભ વિજેતા દિવ્યાંગ બાળકોને ઈનામ તથા આયુષમાન કાર્ડ વિતરણ કરવાનો મને અનેરો અવસર પ્રાપ્ત થયો

આજ રોજ તારીખ ૦૨/૭/૨૦૨૨ ના રોજ પાલનપુર સિવિલ હોસ્પિટલ નર્સિંગ હોલમાં સમદ્રષ્ટિ,ક્ષમતા વિકાસ એવમ અનુસંધાન મંડળ ગુજરાત પ્રાંત તેમજ જનરલ હોસ્પિટલ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વ્યક્તિઓના વિકાસ માટે સમર્પિત રાષ્ટ્રીય સંગઠન એવા સક્ષમ ના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં ખેલ મહાકુંભમાં વિજેતા દિવ્યાંગ બાળકોને ઈનામ વિતરણ મારા હસ્તે પણ કરાવ્યું હતું તથા આયુષમાન કાર્ડ વિતરણ કરાયા હતા આ પ્રસંગે સિવિલ સર્જન શ્રી ડૉ પ્રણામી સાહેબ, સમાજ સુરક્ષા અધિકારી શ્રી મનીષભાઈ જોષી, આર.એમ.ઓ (ડૉ.અલકાબેન જવેરી ) ,સક્ષમ બનાસકાંઠા પ્રમુખ રાજેશભાઈ ઠક્કર, સક્ષમ ના ગુજરાત રાજ્ય ના જનરલ સેક્રેટરી શ્રી નીતિનભાઈ જાની,દિનેશભાઈ મકવાણા મેહુલભાઈ જોષી, રાજમોગલ, સિસ્ટમ મેનેજર પ્રવીણભાઈ ગૌસ્વામી, કાઉન્સેલર ધવલ મહેતા, રાકેશભાઈ પ્રજાપતિ, શિવરામભાઈ,મમતા મંદિર પ્રિન્સિપાલ શ્રી અતીનભાઈ જોષી તથા સિવિલ હોસ્પિટલ સ્ટાફ , સમગ્ર શિક્ષા અભિયાન ના સ્ટાફ, દિવ્યાંગ બાળકો,વાલીઓ તથા નાની અનામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આયોજકો એ મને આમંત્રણ આપી માન સન્માન આપી સ્વાગત કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon