સંતરામપુર અને કડાણા સાંસદ ખેલ સ્પર્ધા ની શરૂઆત ભોમાનંદ વિદ્યાલય નાની સરસણ ખાતેથી શરૂ કરાઈ

સંતરામપુર અને કડાણા સાંસદ ખેલ સ્પર્ધા ની શરૂઆત ભોમાનંદ વિદ્યાલય નાની સરસણ ખાતેથી શરૂ કરાઈ


તારીખ 21 થી 23 જાન્યુઆરી સુધી યોજાશે અત્રે ઉલ્લેખનીય છે કે જે સ્પર્ધાઓ સંતરામપુર ખાતે યોજવાની હતી તેમાં સ્થળનો ફેરફાર કરીને ભોમાનંદ વિદ્યાલય મોટી સરસણ ના મેદાન ખાતે યોજાઇ હતી.સંતરામપુર તાલુકાના નાની સરસણ ખાતે આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ મંત્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડીંડોર ની વિશેષ ઉપસ્થિતમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સાથે જીલ્લા પ્રમુખ દશરભાઈ બારીયા, શાંતિભાઈ પટેલ, મહામંત્રી રાવજીભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર,પ્રાંત અધિકારી, મામલતદાર સહિત મોટી સંખ્યામાં ખેલૈયાઓ હાજર રહી સ્પર્ધામાં ભાગ લીધો હતો જે વિજેતા ટીમો તારીખ 24 અને 25 જાન્યુઆરી રોજ જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે જશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »