દહેગામના તાલુકા પંચાયત પૂર્વ ઉપ પ્રમુખ પ્રતાપસિંહ ઝાલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/msyjcabsky9skwf4/" left="-10"]

દહેગામના તાલુકા પંચાયત પૂર્વ ઉપ પ્રમુખ પ્રતાપસિંહ ઝાલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા


ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસમાંથી કાર્યકરો તેમજ આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે દહેગામ તાલુકાના બિલમણા ગામમાં હાલીસા જિલ્લા પંચાયત બેઠક પરથી 450 જેટલાં કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કરી ભાજપનો ખેસ પહેર્યો છે ત્યારે દહેગામ તાલુકા પંચાયત પૂર્વ ઉપ પ્રમુખ તેમજ હાલીસા જિલ્લા પંચાયતની અપક્ષમાંથી ચૂંટણી લડેલા પ્રતાપસિંહ ઝાલા પણ આજે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે અને ભાજપ નો ખેસ ધારણ કરયો છે. દહેગામ તાલુકાના અંગુઠલા ગામના પ્રતાપસિંહ ઝાલા વર્ષોથી કોંગ્રેસની વિચારધારા માં જોડાયેલ હતા જેમને આજે દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની સાથે 100 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]