બગદાણા પો.સ્ટે.માં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/moo5ymrab1wa8db7/" left="-10"]

બગદાણા પો.સ્ટે.માં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ, શ્રી એમ.જે.કુરેશી તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.હેડ કોન્સ. અશોકભાઈ ડાભી તથા પો.કો. મહેન્દ્રસિંહ સરવૈયાને બાતમી મળેલ કે, બગદાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રાજુભાઇ ભોજભાઇ મોભ રહે.ઠળીયા તા.તળાજા જી.ભાવનગરવાળો બગદાણા ગુરૂ આશ્રમ સામે ઉભો છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી પાડી બગદાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.

નાસતાં-ફરતાં આરોપીઃ-

રાજુભાઇ ઉર્ફે શેખવા ઉર્ફે રાજેશ ભોજભાઇ મોભ ઉ.વ.૨૬ ધંધો-ખેતી રહે. ઉપલો ચોક, ઠળીયા તા.તળાજા જી.ભાવનગર

ગુન્હોઃ-

બગદાણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૭૨૨૩૦૩૦૯/૨૦૨૩ પ્રોહી.એકટ કલમઃ-૬૫(એ), (ઇ),૧૧૬(બી), ૮૧ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-

ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી વી.વી. ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા સ્ટાફના અશોકભાઇ ડાભી, મહેન્દ્રસિંહ સરવૈયા, તરૂણભાઇ નાંદવા, ભદ્દેશભાઇ પંડયા, પીનાકભાઇ બારૈયા, ભોજુભાઇ બરબસીયા

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]