C .V .M યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના વિદ્યાર્થીઓ અંતરીક્ષ ક્ષેત્રે ઉડાન ભરશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tyizqseyewldkywb/" left="-10"]

C .V .M યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના વિદ્યાર્થીઓ અંતરીક્ષ ક્ષેત્રે ઉડાન ભરશે.


C .V .M યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના વિદ્યાર્થીઓ અંતરીક્ષ ક્ષેત્રે ઉડાન ભરશે.

 C .V .M યુનિવર્સિટીએ ISRO સાથે કર્યું MOU

C.V .M યુનિવર્સિટી અવકાશ ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે.- શ્રી ભીખુભાઈ પટેલ (CVM યુનિવર્સિટીના પ્રમુખ અને અધ્યક્ષ)

ભારત વૈશ્વિક કક્ષાએ પોતાના નાના-મોટાં પ્રદાનોથી ખ્યાતનામ છે. ભારતના બુધ્ધિજીવીઓ અલગ અલગ ક્ષેત્રમાં ફાળો આપી ભારત દેશની સફળતામાં સતત વધારો કરતાં રહે છે. આ પ્રમાણે જ ભારતીય અવકાશ ક્ષેત્ર પણ હંમેશા નવી નવી સંભાવનાઓ સાથે સક્રિય રહે છે. ભારતના વિકાસમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ની વિવિધ સફળતાઓનો મહત્વનો ફાળો છે. અવકાશ ક્ષેત્ર માટે વધતા જતાં ઉત્સાહ વચ્ચે, વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM યુનિવર્સિટીએ, સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC-ISRO) ના ડાયરેક્ટર શ્રી નિલેશ દેસાઈની હાજરીમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) સાથે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા હતા. અને ISRO ના કેટલાક આદરણીય અધિકારીઓએ, શિક્ષણ અને અવકાશ એજન્સી વચ્ચે નોંધપાત્ર સહયોગને ચિહ્નિત કર્યો હતો. ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન), સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને CVM યુનિવર્સિટી વચ્ચેની આ ભાગીદારી જીઓ-ઇન્ફોર્મેટિક્સ, રિમોટ સેન્સિંગ, ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ, સ્પેસ ક્રાફ્ટ થર્મલ સિસ્ટમ, એસ્ટ્રોબાયોલોજી, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, રોબોટિક્સ તેમજ સાયબર ક્ષેત્રે મહત્વના સંશોધન અને નવીનતા લાવવામાં મદદરૂપ બનશે. આ ઉપરાંત, સુરક્ષા, એન્ટેના ડિઝાઇન, કમ્યુનિકેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, 3D પ્રિન્ટિંગ વગેરે ક્ષેત્રોમાં પણ આ ભાગીદારીથી લાભ થશે.

શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે વ્યક્તિત્વ તથા પ્રતિભાનો વિકાસ કરવા; વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને સામાજિક પડકારો આધારિત સંશોધન માટે ઉપયોગી તકો ઊભી કરવા વૈજ્ઞાનિક સંશોધન, પ્રગતિ અને નવીન તકનીકોને પ્રોત્સાહન આપવા માટે આવી ભાગીદારી આવશ્યક છે.

આ MOU CVM યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર ખાતે શૈક્ષણિક અને સંશોધન સમુદાય માટે એક અનોખી પહેલ છે. આ સહયોગ વર્કશોપ, સેમિનાર અને ગેસ્ટ લેક્ચર્સ દ્વારા સંશોધનની તકો, ઇન્ટર્નશિપ અને તાલીમ કાર્યક્રમોની સુવિધાઓ પ્રદાન કરશે.

CVM યુનિવર્સિટીના પ્રમુખ અને CVMના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલ અને સીવીએમના જોઈન્ટ સેક્રેટરી શ્રી મેહુલભાઈ પટેલે એમઓયુ પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે યુનિવર્સિટી અવકાશ ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. આ પ્રસંગ દરમ્યાન યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. હિમાંશુ બી. સોનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એમઓયુ એ યુનિવર્સિટીની સફરમાં એક આવશ્યક સિદ્ધિ તરીકે સાબિત થશે જે તેની કામગીરીના વિવિધ પાસાઓ પર દૂરગામી અસરો કરશે


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]