પરોઢિયે પાંચ વાગ્યે ટી-પોસ્ટમાં આગ ભભૂકી, સાંઢિયા પુલ પાસે અચાનક બાઈક સળગ્યું - At This Time

પરોઢિયે પાંચ વાગ્યે ટી-પોસ્ટમાં આગ ભભૂકી, સાંઢિયા પુલ પાસે અચાનક બાઈક સળગ્યું


રાજકોટ શહેરમાં આગના બે બનાવો સામે આવ્યા હતા. બન્ને ઘટના પેટ્રોલ પંપ પાસે બની હતી. જોકે સબનસીબે આગ પર ફાયર બ્રિગેડ દ્વારા કાબુ મેળવતા કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યાં પ્રથમ કિસ્સામાં વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ મૂકી હતી. આગને પગલે ટેબલ ખુરશી ફ્રીઝ સહિતનો દુકાનની અંદર રહેલો પ્રત્યેક મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે અન્ય બનાવવામાં સાંઢિયા પુલ પાસે રસ્તાની સાઈડમાં પાર્ક કરેલું બાઈક અચાનક સળગી ઉઠ્યું હતું. બાઈક સળગ્યાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગણતરી પળોમાં આગ પર કાબુ મેળવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.