શહેરા ખાતે આવેલી શ્રીમતી એસ.જે.દવે હાઈસ્કુલમાં 14માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામા આવી - At This Time

શહેરા ખાતે આવેલી શ્રીમતી એસ.જે.દવે હાઈસ્કુલમાં 14માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામા આવી


શહેરા

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના નગરમાં આવેલી શ્રીમતી એસ.જે.દવે હાઈસ્કુલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામા આવી હતી. 14માં રાષ્ટ્રીય દિવસની ઉજવણી નિમિત્તે શહેરા મામલતદાર, નાયબ મામલતદાર અને, અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.
પંચમહાલ જીલ્લાના શહેરા શ્રીમતી એસ.જે.દવે હાઈસ્કુલ ખાતે 14માં રાષ્ટ્રિય મતદાતા દિવસની ઉજવણી કરવામા આવી હતી. જેમા શહેરાના મામલતદાર ધર્મેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શાળા પ્રશાસન દ્વારા ઉપસ્થિત અધિકારીઓનુ ફુલોથી સ્વાગત કરવાનુ હતુ. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાતા દિવસ વિશે માહીતી આપવામા આવી હતી. આ પ્રસંગે શાળાના નાયબ મામલતદાર વિપુલભાઈ પારગી, સી.આર.સી ભુપેન્દ્રભાઈ,બી.આ.રસી રાકેશભાઈ પટેલ,બુથ લેવલ ઓફીસર અજયભાઈ તેમજ બી.એલ.ઓ, શ્રીમતી એસ.જે.દવે હાઈસ્કુલ ના આચાર્ય વિપુલ ભાઈ પાઠક ,તેમજ શિક્ષકો, તેમજ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આભાર વિધી શાળાના સુપવાઈઝર કે.બી .પટેલે કરી હતી.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ
:


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.