ગોધરા- મેડીકલ અભ્યાસમા જવા માટે પ્રવેશદ્વાર સમાન ગણાતી નીટની પરિક્ષામાં પૈસા લઈને ઉમેદવારોને પાસ કરાવાય તે પહેલા પર્દાફાશ,ત્રણ આરોપી પોલીસના સંકજામાં - At This Time

ગોધરા- મેડીકલ અભ્યાસમા જવા માટે પ્રવેશદ્વાર સમાન ગણાતી નીટની પરિક્ષામાં પૈસા લઈને ઉમેદવારોને પાસ કરાવાય તે પહેલા પર્દાફાશ,ત્રણ આરોપી પોલીસના સંકજામાં


ગોધરા
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરિક્ષાના પેપરો ફુટવાની ઘટના બની છે. જેમા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળે છે. ગુજરાતમાં પેપર ફુટવાને લઈને,ગેરરીતી થવાની બુમો વચ્ચે ફરી એક શિક્ષણજગત પર કાળી ટીલી લગાડે તેવી ઘટના બની છે.મેડીકલ ક્ષેત્રના અભ્યાસમા જરુરી એવી NEETની પરીક્ષામાં પૈસા લઈને પાસ કરાવાનુ કૌભાંડ ગોધરામાંથી ઝડપી પાડવામા આવ્યુ છે. જીલ્લા કલેકટરને મળેલી બાતમીના આધારે શિક્ષણ વિભાગ અને તંત્રના અધિકારી તપાસ હાથ ધરીઓની ટીમો દ્વારા તપાસ કરવામા આવી હતી. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી રૂ .7,00,000 રોકડા મળી આવ્યા હતા. સાથે સાથે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેનમેન્ટ ના મોબાઈલ માંથી whatsapp ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયાની ચોકાવનારી વિગતો મળી છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો સામે ફરિયાદ નોધાવાઈ છે.જેમા તુષાર ભટ્ટ, વડોદરાની એક ખાનગી કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે વિશ્વાસઘાત ,છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ની વિવિધ કલમો ઉમેરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.