25 જાન્યુઆરીએ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી - At This Time

25 જાન્યુઆરીએ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી


25 જાન્યુઆરીએ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા શહેરના મધ્ય વિસ્તાર દિન દયાળ ચોક ખાતે 25 જાન્યુઆરી 2024 સાંજે 6:00 કલાકે મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ કરવામાં આવેલ.કાર્યક્રમમાં મતદાન જાગૃતિ અંગેના સૂત્રો સાથેના બેનરો શહેરના વિવિધ જાહેર સ્થળ ઉપર લગાવવામાં આવેલ,તેમજ નાગરિક મતદાન જાગૃતિ હસ્તાક્ષર અક્ષર અભિયાન ના પોસ્ટરમાં સહી કરીને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ કે આગામી ચૂંટણીમાં તેઓ મતદાન કરશે અને આસપાસના નાગરિકોને મતદાન કરાવશે. મતદાન જાગૃતિ પોસ્ટર અને મતદાન જાગૃતિ હસ્તક્ષે અભિયાનમાં પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલે વિશેષ હાજરી આપેલ.જાયન્ટ્સ ફેડરેશન 3બી ના પ્રેસીડેન્ટ કેતન રોજેસરા,ગ્રુપના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા,દિપકભાઈ માથુકિયા(ડી.એ.),દિલીપભાઈ ભલગામિયા(વાઈસ પ્રેસિડેન્ટ),મુકેશભાઈ જોટાણિયા,અતુલભાઇ વાઘેલા, સંજયભાઈ ઝાંઝરુકિયા એ હાજરી આપી પ્રોજેક્ટ ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.