પ્રમાણિક જનપ્રતિનિધિ ની કર્મભૂમિ સ્વ ખોડીદાસ ઠક્કર ના હોમ ગ્રાઉન્ડ લીલીયા તાલુકા ખારાપાટ વિસ્તાર માં કોંગ્રેસ ના ઉમેદવાર જેનીબેન ઠુંમર નો પ્રચાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mkzbuk2pghdi8pde/" left="-10"]

પ્રમાણિક જનપ્રતિનિધિ ની કર્મભૂમિ સ્વ ખોડીદાસ ઠક્કર ના હોમ ગ્રાઉન્ડ લીલીયા તાલુકા ખારાપાટ વિસ્તાર માં કોંગ્રેસ ના ઉમેદવાર જેનીબેન ઠુંમર નો પ્રચાર


પ્રમાણિક જનપ્રતિનિધિ ની કર્મભૂમિ સ્વ ખોડીદાસ ઠક્કર ના હોમ ગ્રાઉન્ડ લીલીયા તાલુકા ખારાપાટ વિસ્તાર માં કોંગ્રેસ ના ઉમેદવાર જેનીબેન ઠુંમર નો પ્રચાર

કડવા પાટીદાર સમાજના કૂળદેવી માં ઉમિયા,લેઉઆ પટેલના કૂળદેવી માં ખોડીયાર ,અને તણસોલીયા દવે પરિવારના કુળદેવી શ્રી તુલજાભવાનીના જયાં સ્‍થાનક છે અને ચાર ચાર શંકરાચાર્ય જયાં પધરામણી કરી છે તેવા સ્‍વ.ખોડીદાસભાઈ ઠકકરની માતૃભૂમિ અને કર્મભૂમિને લીલીયા તાલુકાને નમન :જેનીબેન ઠુમ્‍મર

અમરેલી લોકસભાના કોગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્‍મર જણાવ્‍યુ કે હિરા ઉદ્યોગ જિલ્‍લાની કરોડ રજુ છે તેનો વિકાસ જરૂરી
લીલીયા તાલુકો મહદ અંશે હિરા ઉદ્યોગ અને ખેતી પર નિર્ભર છે. ત્‍યારે હિરા ઉદ્યોગની મંદિ અને ખેતીમાં ઉપજના પૂરતા ભાવ ન મળતા આ વિસ્‍તારમાં સૌથી વધુ સ્‍થળાંતર છે.લીલીયાના સનાળીયા રોડ,પીપળવા રોડ,પુંજાપાદર રોડ ના રેલ્‍વે ફાટક પર ઓવરબ્રિજ ની જરૂરીયાત આવર-નવાર ફાટક બંધ હોવાના કારણે ૧૦૮ સેવા અને સિવીલના દર્દીઓને જીવના જોખમે રાહ જોવી પડે છેઃ જેનીબેન ઠુમ્‍મર
લીલીયા તાલુકાના જાત્રુડા,ગુંદરણ,ખારા,પાંચતલાવડા,સનાળીયા,પીપળવા, પુંજાપાદર,આંબા,ગોઢાવદર,સલડીનો પ્રવાસ પૂર્ણ પીપળવામાં જેનીબેન ઠુંમરને ઘોડા પર બેસાડીને સ્વાગત કરવામાં આવ્યું
જિલ્‍લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સ્‍વ.કેસુરભાઈ ભેડાને યાદ કરી અને જણાવ્‍યુ કે તેમની સતત આ વિસ્‍તારના વિકાસ માટે રજુઆતો રહેતી : જેનીબેન ઠુમ્‍મર
લીલીયા,અમરેલી જિલ્‍લા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્‍મરે લીલીયાના પોતાના પ્રવાસ દરમ્‍યાન લીલીયામાં આવેલ કડવા પાટીદાર સમાજ કૂળદેવી માં ઉમિયા,લેઉઆ પાટીદાર સમાજના કૂળદેવી માં ખોડીયાર અને સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાં વસતા દવે પરિવારના તણસોલીયા દવે પરિવાર કૂળદેવી શ્રી તુલજાભવાની ના જયાં સ્‍થાનક છે. અને ચાર-ચાર શંકરાાર્યજીએ જે ધરતી પાવન કરી છે. તેવા સ્‍વ.ખોડીદાસભાઈ ઠકકર ની જન્‍મભૂમિ અને કર્મભૂમિને નમન કરી અને લોકોને સંબોધન કર્યુ હતુ
લીલીયા તાલુકામાં ખેતી અને હિરા ઉદ્યોગ પર નભતો તાલુકો છે. છેલ્‍લા ર વર્ષથી હિરા ઉદ્યોગમાં વ્‍યાપક પ્રમાણમાં મંદી છે. અને કાચા માલની અછત છે. ત્‍યારે આ વિસ્‍તારમાં બેકારીની સમસ્‍યા છે. ત્‍યો સરકાર રત્‍ન કલાકાર અને હિરા ઉદ્યોગના વિકાસમાં જે પેકેજ આપે અને યોજના બનાવે તેને અમારૂ સમર્થન છે. આ ઉપરાંત તેઓએ ખેતીની વાત કરતા જણાવ્‍યુ હતુ કે લીલીયા તાલુકામાં માત્ર ચોમાસા આધારિત ખેતી થાય છે. તેમાં ટુકી જમીન ધરાવતા લોકોની હાલત વધારે ખરાબ છે. ત્‍યારે તેઓને ફરજીયાત રોજગાર અર્થે મહાનગરોમાં જવુ પડે છે અહીંયા માઈગ્રેશનની સમસ્‍યા મુખ્‍ય છે. આ વિસ્‍તારમાં ખેતી નવ પલ્‍લવીત થાય તે માટે સરકાર સિંચાઈની સુવિધા આપે તેવી અમારી માંગણી છે. આ ઉપરાંત આ વિસ્‍તારમાં મુખ્‍યત્‍વે કપાસનું ઉત્‍પાદન થાય છે. ત્‍યારે આ વર્ષે કપાસનું ઉત્‍પાદન અને ભાવ બન્‍ને ઓછા આવ્‍યા છે. ત્‍યારે ખેડૂતોને ઓછામાં ઓછા ૧૮૦૦ થી ર૦૦૦ કપાસનો ભાવ મળે તે માટે સરકારે કાર્યવાહી કરવી જોઈએ.
લીલીયા તાલુકામાં સૌથી વધુ બહેનો ખેતી અને અન્‍ય નાના મોટા કામગીરી કરી અને પોતાના પરિવારને મદદ રૂપ થાય છે. આ વિસ્‍તારની બહેનો માટે સરકાર વધુમાં વધુ ગૃહ ઉદ્યોગો લાવે તો આ વિસ્‍તારની બહેનોને રોજગારી મળી શકે હાલમાં આ વિસ્‍તારમાં વ્‍યાપક પ્રમાણમાં મંદિ છે. ત્‍યારે મનરેગા અંતર્ગત રાહત કામ તાત્‍કાલીક શરૂ કરાવે તેવી લોકોની માંગણી છે. આ બાબતે વહીવટી તંત્ર તાત્‍કાલીક પગલા ભરે તે જરૂરી છે.જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે જણાવ્‍યુ હતુ. કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને એમ.એસ.પી. મુજબ ભાવ મળવા જોઈએ તેવુ વચન આપ્‍યુ છે. જેથી આવનાર સમયમાં ખેતી અને ખેડૂત સમૃઘ્‍ધ થાય. આ ઉપરાતં અમરેલીે-લીલીયા હાઈવે જે લાલાવદર સુધી ફોરટ્રેક મંજુર થયેલો છે. તેને લીલીયા સુધી લંબાવવામાં આવે તો આ વિસ્‍તારના લોકોને સારામાં સારી વાહન સબંધી રોજગારી મળી શકે.જેનીબેન ઠુમ્‍મર સાથે પ્રવાસમાં જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત,તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા,પૂર્વ પ્રમુખ ભનુભાઈ દુધાત,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બહાદુરભાઈ બેરા,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભીખાભાઈ દેવાણી,તાલુકા પંચાયત ઉપ.પ્રમુખ જગદીશભાઈ દેથલીયા,કારોબારી ચેરમેન વિજયભાઈ કોગથીયા,રમેશભાઈ પરમાર, જીવરાજભાઈ પરમાર,કાંતિભાઈ ડુંગરીયા,લીલીયા તાલુકા અનુસુચિત જાતી મોરચાના જયંતિભાઈ નાનજીભાઈ વિંઝુડા,રૂપા ભાઈ ભરવાડ,
વિજયભાઈ સનાલીયા,
સામતભાઈ બેલા,
જયસુખભાઈ દેવાણી,
રાજુભાઈ ગેલાણી,દકુભાઈ બુટાણીઅલ્પેશભાઈ સોલંકી તા.પં,રસીકભાઈ રાખોલીયા,
વિનુભાઈ જોસલીયા,
બાબુભાઈ રાઠોડ,
મનુભાઈ મકવાણા
રહીમભાઈ બોલાતર ડેપ્યુટી સરપંચ,કાસમભાઈ બોલાતર,ખારાકાના ભાઈ ગરાણીયા,વિપુલભાઈ ઝાલાવડીયા કેહુભાઈ ઝાલાવાડિત,નરેશભાઈ ગરાણીયા,કિશન ભાઈ દેવીપૂજક,
દાનાભાઈ ભાસ્કર,
મુકેશભાઈ ધાનાણી,ઈકબાલભાઈ કડી,શબિરભાઈ દલ, દિનેશભાઈ ધોરાજીયા, પીપળવાના સરપંચ શ્રી રાજુભાઈ ભેડા, બાબુભાઈ વોરા, વાસુરભાઈ બેરા રામકુભાઇ ભેડા ઉપસરપંચ કિશોરભાઈ ધાનાણી, રાશીભાઈ ડેર(પીપળવા) મુકુંદભાઈ કોટડીયા, નટુબાપુ બાબાજી, લાખાભાઈ વિજવા, રાહુલભાઈ ડેર, નરેશભાઈ લહેરી, ધરમશીભાઈ ધાનાણી, વિઠ્ઠલભાઈ વોરા, હિંમતભાઈ મકવાણા, છગનભાઈ મિસ્ત્રી, માજી ઉપસરપંચ,અજયભાઈ મકવાણા સરપંચ,સામતભાઈ પીપળીયા વિનુભાઈ રાઠોડ,બાલાભાઈ પીપળીયા,વિનુભાઈ પીપળીયા
સુરેશભાઈ રાઠોડ,મધુભાઈ બાબરીયા ગોરધનભાઈ પીપલીયા, શામજીભાઈ ધાનાણી, બહેનોમાં વિલાસબેન બહાદુરભાઈ બેરા સહિત અસંખ્ય બહેનો હાજર રહ્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]