ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં 15 થી 20 ગામનાં લોકોનું જંગલ ખાતાની કનેડઞતનાં વિરોધમાં આમરણાંત ઉપવાસ આંદોલન - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં 15 થી 20 ગામનાં લોકોનું જંગલ ખાતાની કનેડઞતનાં વિરોધમાં આમરણાંત ઉપવાસ આંદોલન


ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના 15 થી 20 ગામનાં લોકો આમરણાંત ઉપવાસ આંદોલન ઉપર ઉતરી આવ્યા છે વારંવાર થતી જંગલ ખાતાની કનડગતથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે જંગલ ખાતાની વારંવાર થતી કનેડઞતથી15 થી 20 ગામનાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. જેને અનુસંધાને ફરેડા ઞામનાં નિવાસી શ્રી જેઠાભાઈ રામભાઈ બારૈયા દ્વારા તારીખ 23/3/2024 થી લઈને તારીખ 6/4/2024 સુધી પંદર દિવસ ઉપવાસ આંદોલન ઉપર લોકો ઉતરી આવ્યા છે જ્યારે ફરેડા ગામની નજીક છાવણીઓ નાખીને આંદોલન કરી રહ્યા છે જેનાં અનુસંધાને આજે ગીર ગઢડા તાલુકાનાં મામલેતદાર કચેરીએ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

જેમાં તમામ ઞામનાં લોકોની 10 માંગણીઓ હતી (1) જંગલ ખાતા દ્વારા જંગલની બોર્ડર ઉપર આવેલાં ગામનાં ખેડૂતોને જંગલ ખાતા દ્વારા કરાતી પંજવણી (2) જંગલમાં આવેલ ધાર્મિક સ્થળો બાણેજ પાતલેશ્વર મહાદેવ ટપકેશ્વર મહાદેવ ઉપર જતાં દર્શનાર્થીઓને જંગલ ખાતાનાં અધિકારીઓ દ્વારા થતી કનેડઞતથી હાજીજી કરવી પડે છે (3) અમારા તાલુકાનાં વિસ્તારનાં તમામ ખેડુતો માલધારીઓને ચરિયાણનો હક આપવો (4) ખેડુતોનાં સેટલમેન્ટ પ્રશ્નો સોલ કરવાં (5) જંગલનાં વન્ય પ્રાણીઓ દ્વારા ખેડુતોનાં ઉભા પાકને થતાં નુકસાનનું વળતર ચૂકવવું (6)જંગલની બોર્ડર ઉપર જંગલ ખાતા દ્વારા વસાવેલ નેશમાં લાઈટ પાણી રસ્તાની પ્રાથમિક સુવિધા લોકોને આપવામાં આવે (7) છુટછાટ વાળા વિસ્તારમાં જંગલ ખાતાનાં અધિકારીઓની જો હુકમ અધિકાર લોકોને મળે (8) જંગલનાં વિકાસમાં થતી કામગીરીમાં થતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓની ઞેરરીતી અટકાવી (9) જંગલમાં થતું મોબાઇલ રેકોર્ડિંગની મનાઇ હોય જેમની છુટછાટ આપવી આવી અનેક માંગણીઓ સાથે ગીર ગઢડા તાલુકાનાં આજુબાજુનાં 15 થી 20 ગામનાં લોકો 15 થી 20 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ઉપર ઉતરી રહ્યાં છે

ત્યારબાદ આ આંદોલન15 થી 20 દિવસથી ચાલતું હતું આંદોલનમાં આજ સુધી પણ તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ નહીં આવતાં ગીર ગઢડા મામલેતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો અમારાં તમામ વિસ્તારનાં તમામ ગામડાનાં લોકો જનતા મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા માટે કોઈ પણ હદ સુધી આમરણાંત ઉપવાસી જેઠાભાઈ રામભાઈ બારૈયાનાં સમર્થમાં આગામી દિવસોમાં પ્રતિક ઉપવાસ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને તમામ ઉગ્ર પગલાં લેવાની પણ ફરજ પડશે એવી પણ ચિમકી ઉચારવામાં આવી છે જેમની પણ ગંભીર પણ એ નોંધ લેવી આ તમામ જવાબદારી સરકારશ્રી અને સરકારી અધિકારી અને જંગલ ખાતાની રહેશે

જેમાં આજે મામલેતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ગીર ગઢડા તાલુકાનાં વેપારી બંધુઓએ પણ કામ ધંધા બંધ રાખીને શનિવારે બંધ પાળવામાં આવ્યો હતો અને આંદોલનને સંપૂર્ણ ટેકો પણ જાહેર કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં તાલુકાનાં તમામ નગરજનો પણ સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે જેની પણ ગંભીર પણ એ નોંધ લેવી અંતમાં જણાવ્યું છે કે જંગલ ખાતા દ્વારા થતી કનેડઞતથી ખેડૂતો ગ્રામજનોને પડતી અનેક મુશ્કેલીમાંથી બહાર આવે અને માનસિંક ત્રાસમાંથી મુક્તિ મળે ન્યાય મળે એવી ઉગ્ર માંગણી ગીર ગઢડા તેમજ ગીર ગઢડાનાં આજુબાજુ ગામડાંના ખેડૂતો આમ જનતાને ન્યાય મળે એવી લોક માંગણી ઉઠવા પામી છે

પ્રેસ રિપોર્ટર ડિ.કે.વાળા ગીર ગઢડા ગીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.