તોપખાનામાં કામે જવા બાબતે પિતા-પુત્રી વચ્ચે મારમારી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mjalbjiju14rovbt/" left="-10"]

તોપખાનામાં કામે જવા બાબતે પિતા-પુત્રી વચ્ચે મારમારી


મોરબી હાઉસ પાસે હરિજન વાસમાં આવેલ તોપખાનામાં રહેતાં વિજયભાઈ રમેશભાઇ ઝાલા (ઉ.વ.35) આજે સવારે 7 વાગ્યે ઘરે હતાં ત્યારે તેની પત્ની કિરણબેન અને પુત્રી પ્રગતિ (ઉ.વ.15) વચ્ચે કામે જવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં વિજયભાઈને તેની પત્ની અને પુત્રીએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. જ્યારે સામાપક્ષે વિજયભાઈએ તેની પુત્રી પ્રગતિને મારમારતાં બંનેને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર. નગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]