ધંધુકામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. - At This Time

ધંધુકામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.


ધંધુકામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા મિશ્ર શાળા નં.૨ (શ્યામઘાટ સંકુલ)શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
ધો.૧ માં ૧૮ કુમાર અને ૧૪ કન્યા કુલ ૩૨ બાળકોનેને પ્રવેશ આપવામાં આવ્યો.
પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધંધુકા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી નરેશભાઈ મુનીયા સાહેબ,લાયઝન શ્રી અશ્વિનભાઈ ડાભી, નગરપાલિકા પ્રમુખ હર્ષદભાઈ ચાવડા,નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી ભદુભાઈ અગ્રાવત,નગરપાલિકા સભ્યો, આશાબેન થળેસાં જશુબેન ડાભી.પત્રકાર હરિઓમભાઈ. મહામંત્રીતુષારભાઈ પરમાર અને શંભુભાઈ રત્નોતર SMC સભ્યો અને મોટી સંખ્યામાં વાલી અને બાળકો હાજર રહ્યા ચીફ ઓફિસર તેમજ આવેલ મહાનુભાવો દ્વારા શાળાની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
નરેન્દ્રસિંહ હાલુભા ચુડાસમા દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને તિથિ ભોજન અપાયું.
ધોરણ ૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને દાતાશ્રીઓ હર્ષદભાઈ ચાવડા અને ભદુભાઈ અગ્રાવત દ્વારા કીટ આપવામાં આવી.કાર્યક્રમનું સંચાલન શિક્ષક યોગેશભાઈ અગ્રાવત દ્વારા કરવામાં આવ્યું હતુ.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.