ગરબાડા તાલુકાના ભે ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાઇ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/manqekcfluizrsh6/" left="-10"]

ગરબાડા તાલુકાના ભે ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાઇ.


સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે લોકોને અનુરોધ કરતા તાલુકા પંચાયત પ્રમુખ મયુર ભાભોર

ગરબાડા:- ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર અને નાયબ કલેકટર પુરવઠા મીતેશભાઈ વસાવા ગાંધીનગર અન્ન નાગરીક પુરવઠા વિભાગથી મદદનીશ નિયામક રૂચીબેન પટેલ ના અધ્યક્ષસ્થાને ગરબાડા તાલુકાના ભે ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ એ લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
આ પસંગે મદદનીશ નિયામક ઋચિબેન પટેલ એ પુરવઠા વિભાગની તમામ યોજનાની વિસ્તૃત માહિતી ગ્રામજનોને આપી હતી વધુમાં તેમને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ની માહિતી ગ્રામજનોને આપી હતી
ઉપરાંત 'મેરી કહાની, મેરી જુબાની' અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાઓના લાભ વિશેની વાત કરી હતી. વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતી ફિલ્મને લોકોએ રસપૂર્વક નિહાળી હતી તેમજ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી.
ઉપરાંત આ કાર્યક્રમમાં મહાનુભાવો ના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ રથ દ્વારા સરકારે આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ- ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી મિતેશ વસાવા,જિલ્લા પંચાયતના સભ્ય,તાલુકા વિકાસ અધિકારી રાઠવા, સરપંચ મંજુબેન ,સહિત સંબધિત અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]