ઉર્જા બચત પર્વ તેમજ વીજ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત નિબંધ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધાની પ્રવૃતિઓ હાથ ધરાઇ - At This Time

ઉર્જા બચત પર્વ તેમજ વીજ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત નિબંધ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધાની પ્રવૃતિઓ હાથ ધરાઇ


ઉર્જા બચત પર્વ તેમજ વીજ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત નિબંધ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધાની પ્રવૃતિઓ હાથ ધરાઇ

બોટાદ ખાતે ૧૬ ડિસેમ્બરે ઉર્જા બચત તેમજ વીજ સલામતી અન્વયે રેલી યોજાશે

બોટાદ પીજીવીસીએલ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ઉર્જા બચત પર્વની તેમજ વીજ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત બોટાદ જિલ્લાના ગ્રામ્ય,તાલુકા તેમજ જિલ્લામથકે બેનરો,ગ્રામસભા,સેમિનારો તથા સ્કૂલ અને કોલેજોમાં નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા યોજીને વીજ બચત અને વીજળીથી સલામતી અંગેની સમજણ આપવાની સાથે બેનર તેમજ પેમ્પલેટ પણ વિતરણ કરવામાં આવ્યાં હતાં અત્રે ઉલ્લેખનીય છે કે,તા.૧૧ થી ૧૬ મી ડિસેમ્બર,૨૦૨૩ સુધી વીજ સલામતી સપ્તાહની તેમજ ડિસેમ્બર માસને ઉર્જા માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે તેને અનુલક્ષીને પીજીવીસીએલ વિભાગ દ્વારા તા.૧૬ મી ડિસેમ્બર,૨૦૨૩ ના રોજ સવારે ૯:૦૦ કલાકે વીજ સલામતી અને વીજ બચત રેલી યોજવામાં આવશે. આ રેલી બોટાદ વર્તુળ કચેરીના પાવરહાઉસ કમ્પાઉન્ડથી નીકળી ટાવર રોડ, મસ્તરામ મંદિર,એસટી ડેપો,હવેલી ચોક,અવેડા ગેટ થઈ અને ફરી સર્કલ ઓફિસ બોટાદ પાવર હાઉસ કમ્પાઉન્ડ ખાતે પૂર્ણ થશે,તેમ બોટાદ પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરની અખબારી યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.