કારમાંથી ડમડમ હાલતમાં ત્રણ શખ્સો ઝડપાયા - At This Time

કારમાંથી ડમડમ હાલતમાં ત્રણ શખ્સો ઝડપાયા


રાજકોટ-ભાવનગર હાઇવે પર વિઠ્ઠલવાવ પાસે આજીડેમ પોલીસે રાત્રીના પેટ્રોલીંગ દરમિયાન કારને અટકાવતા કાર ચાલક તથા કારમાં બેઠેલા બંને શખસો નશાની હાલતમાં હોય પોલીસે તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ, આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ રાત્રીના પેટ્રોલીંગમાં હતો

દરમિયાન રાજકોટ-ભાવનગર હાઇવે પર વિઠ્ઠલવાવ પાસે પસાર થઇ રહેલી વેગેનાર કાર નં.જીજે 10 સીજી 3897 ને અટકાવી હતી.પોલીસે પુછતાછ કરતા કારચાલકે પોતાનું નામ કપીલગીરી નાગરગીરી ગૌસ્વામી(ઉ.વ 30 રહે.ગજેરા પાર્ક-1 આજીડેમ ચોકડી) હોવાનું માલુમ પડયું હતું.તે સ્પષ્ટ બોલી શકતો ન હોય નશાની હાલતમાં હોવાનું માલુમ પડયું હતું.બાદમાં કાર સવાર બંને શખસ નીતીનગીરી કિશોરગીરી ગૌસ્વામી(ઉ.વ 36 ગજેરા પાર્ક -1 આજીડેમ ચોકડી) અને મયુરગીરી હર્ષદગીરી ગૌસ્વામી(ઉ.વ 31 રહે. જાલોદ જી.દાહોદ) પણ નશો કરેલા હોવાનું માલુમ પડતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.