બાલાજી હોલ પાસે ફૂટપાથ નીચે નિંદ્રાધીન શ્રમિક મહિલાની છેડતી - At This Time

બાલાજી હોલ પાસે ફૂટપાથ નીચે નિંદ્રાધીન શ્રમિક મહિલાની છેડતી


શહેરના મવડી ચોક 150 ફુટ રીંગ રોડ બાલાજી હોલ પાસે આવેલા પૂલ નીચે જ પતિ સાથે રહેતી અને છટક મજૂરી કરતી મુળ જામનગર પંથકની શ્રમિક મહિલા ગઈકાલે રવિવારે સાંજે પૂલ નીચે સુતી હતી.ત્યા રે અચાનક એક શખ્સમ આવી માથે પડી જતાં અને ખરાબ વર્તન કરવા લાગતા તેણીએ દેકારો કરી મુક્યો હતો.આ કારણે માણસો ભેગા થઇ ગયા હતાં. એ દરમિયાન મહિલાનો પતિ પાણી ભરવા ગયો હોઇ તે પણ આવી ગયો હતો.લોકોએ છેડછાડ કરનાર શખ્સ.ને જાહેરમાં જ મેથીપાક ચખાડ્યો હતો.
આ બનાવ અંગે માલવીયાનગર પોલીસને જાણ થતાં હેડકોન્સમ. કમલેશભાઇ મોરીએ મહિલાની ફરિયાદ પરથી મુળ રાજસ્થાીનના હાલ રાજકોટ ફૂટપાથ પર જ રહેતાં અને મજૂરી કામ કરતાં વિનોદ કોમનનાથ ડામોર (ઉ.વ.35) સામે આઇપીસી 354 (એ) મુજબ નિર્લજ્જ હુમલો, છેડતીનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં એએસઆઇ પી.એન.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.