માળીયા હાટીના તેમજ ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ઝડપાયેલા રૂ. 22 લાખથી વધુના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lvmhr3roycevwqzq/" left="-10"]

માળીયા હાટીના તેમજ ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ઝડપાયેલા રૂ. 22 લાખથી વધુના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું


ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિદેશી દારૂની બોટલોનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો

માળીયા હાટીના તેમજ ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ઝડપાયેલા રૂપિયા 22 લાખથી વધુના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. વિદેશી દારૂની બોટલોનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

માળીયા હાટીના તેમજ ચોરવાડ પોલીસે વિદેશી દારૂના 2021થી 22 સુધીમાં દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. જેમાં માળીયા હાટીના પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી કુલ 4855/ બોટલ, રૂ.800880/ તેમજ ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી કુલ 13942/ બોટલ રૂ. 1474210 /નો વિદેશી દારૂ ઝડપીને પોલીસ કામગીરી નોંધપાત્ર બની છે. પોલીસના જાપ્તામાં રહેલો વિદેશી દારૂનો મુદ્દામાલ માળીયા હાટીના તાલુકાના ભંડૂરી ખેરા રોડ 66 kv પાસે વિદેશી દારૂ નાશ કર્યો હતો

માળીયા હાટીના પોલીસ તેમજ ચોરવાડ પોલીસે દારૂનો જથ્થો પકડી પોલીસ કર્મીએ સારી કામગીરી બતાવી છે. સન 2021થી 22 સુધીમાં વિદેશી દારૂની હેરફેરના માલના જથ્થા પકડી પાડ્યો હતો

ત્યારે પોલીસ જાપ્તામાં રહેલો વિદેશી દારૂનો જથ્થો વધુ પ્રમાણમાં હોવાથી નાશ કરવા માટે Sdm નિશાબા ચુડાસમા,
Dysp બી.સી.ઠક્કર,નશાબંધી અધિક્ષક બાલભદ્ર સિંહ જાડેજા, માળીયા હાટીના
Psi બી.કે.ચાવડા, ચોરવાડ Psi કે.એમ. ગઢવી સહિતના પોલીસ સ્ટાફે ની ઉપસ્થિતિમાં તમામ દારુના જથ્થા પર બુલડોઝર ફેરવી રૂ. 2275090/ના મુદ્દામાલ નાશ કર્યો હતો.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]