ખેડબ્રહ્માના નવિન માર્કેટયાર્ડ ખાતેસાંસદ શ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં વિશ્વાસથી જિલ્લાકક્ષાનો વિકાસયાત્રાકાર્યક્રમ યોજાયો - At This Time

ખેડબ્રહ્માના નવિન માર્કેટયાર્ડ ખાતેસાંસદ શ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં વિશ્વાસથી જિલ્લાકક્ષાનો વિકાસયાત્રાકાર્યક્રમ યોજાયો


વિશ્વાસ હોય તો જ વિકાસ થાય
-સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ
*******

ખેડબ્રહ્માના નવિન માર્કેટયાર્ડ ખાતે સાંસદ શ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો
*******
રૂપિયા૩૮.૨૨ કરોડના વિવિધ વિભાગોના ૨૫ કામોનું મહાનુભાવોના હસ્તે ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત થયું રાજ્યકક્ષાના કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળ્યું
*****
ગુજરાતમાં ૨૦ વર્ષના વિશ્વાસ દ્વારા રાજ્યના વિવિધ વિભાગો દ્વારા થયેલા વિકાસ કાર્યોની ઉજવણી ૧૨-૧૩ સપ્ટેમ્બરે રાજ્યભરમાં જુદા જુદા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા પ્રાંત અને જિલ્લા કક્ષાના કાર્યક્રમો મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રજા સમક્ષ રજુ કરવાના અભિયાન હેઠળ આજે ૧૩મીએ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નવિન માર્કેટયાર્ડ ખાતે લોકસભાના સાંસદ શ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી દિપસિંહ રાઠોડે જનતાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ટીમ દ્વારા ડબલ એન્જિનની સરકાર દ્વારા પ્રજા કલ્યાણના સુખાકારીના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે. જેમ માં અંબાના સ્થાન અંબાજી-ખેડબ્રહ્મામાં શ્રદ્ધા સાથે વિશ્વાસ સાથે હજારો
ભાવિકો આવે છે શ્રદ્ધા રાખે છે તેમ માનનીય વડાપ્રધાનના નેતૃત્વમાં જનતાએ મુકેલો વિશ્વાસ સતત ૨૦ વર્ષથી અકબંધ છે અને લોકોના આશીર્વાદથી આ સરકાર લોકોની આશા-અપેક્ષા પરિપૂર્ણ કરવામાં સફળ રહી છે. પહેલાની સરકારમાં પાણી, રસ્તા, આરોગ્યની સગવડનો અભાવ હતો. આજે આ વિસ્તારની કાયાપલટ થઇ છે અને ગુજરાત એક રોલમોડેલ રાજ્ય બન્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ખેડબ્રહ્મા-અંબાજી રેલવેના વર્ષો જૂનો પ્રશ્નો હલ થયા છે. વડનગર અને ગુજરાતના પ્રવાસન સ્થળોનો સુંદર વિકાસ થયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી,શામળાજી, અંબાજી, પાવાગઢ, સોમનાથનો વિકાસ આપણે જોઈ શકીએ છીએ. તે તેમની દીર્ઘદ્રષ્ટિનું ઉત્તમ ઉદાહરણ છે

અને વિશ્વાસ વગર કઈ બોલી શકાતું નથી. પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશમાં ૨૦૨૪ સુધી સૌને પાકું મકાન આપવાની નેમ

વ્યક્ત કરી છે. કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવીને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે. જ્યારે રામ મંદિરનું નિર્માણ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદ ઉદેપુર રેલવે લાઈનનું કામ પણ શરૂ થઈ ગયું છે. નર્મદાના નીર છેક કચ્છ સુધી પહોંચી ગયા છે. ગુજરાતના ગામડાંમાં થ્રી ફેઝ વીજળી ૨૪ કલાક મળી છે. ખેડૂતોને ૮ કલાક વીજળી, કોરોના મહામારીમાં વેક્સિનેશન અને મફત અનાજ લોકોને આપ્યું છે. રોડ રસ્તા તેમજ પુલોનું નિર્માણ થયું છે. ગુજરાતમાં કેટલાક લોકો આવીને મફતમાં આપીશું તેવી વાતો કરે છે. તેને જાકારો આપવા અપીલ કરી હતી.

આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વમાં ૨૦ વર્ષમાં થયેલા વિકાસકામોનો હિશાબ આપવા અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છે.રાજ્યમાં વિકાસની વણઝાર શરૂ થઈને ગરીબ લોકોને વિવિધ યોજનાઓનો લાભ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ વધ્યું છે. આરોગ્ય, શિક્ષણ સાથે બેટી પઢાઓ બેટી બચાવો અભિયાનથી આજે અંબાજી થી ઉમરગામ સુધી અધ્યતન શૈક્ષણિક સુવિધા આદિજાતિ વિસ્તારમાં વિકાસ પામી છે. આંગણવાડીમાં સગર્ભા બહેનો,ધાત્રી માતાને પૌષ્ટિક આહાર ડિલેવરીમાં બાળકને ખિલખિલાટ વાન ઘરે મુકવા આવે છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા પણ સુંદર સેવા આપે છે. શાળામાં દૂધ સંજીવની યોજના, બાળકોને સ્કોલરશીપ, આયુષ્યમાન ગોલ્ડ કાર્ડ, આદિજાતિ લોકોને પાયલોટ વિદેશ અભ્યાસ માટે લોન આ સરકારે આપી છે અને વનબંધુ કલ્યાણ યોજનાથી લોકોની કાયાપલટ કરી છે.
આ પ્રસંગે ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં પહેલા હેન્ડ પંપથી પાણી મળતું હતું. તેની જગ્યાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નલ સે જલ યોજના, ઉજ્વલા યોજના તથા આદિજાતિને ગાય ભેસ ખરીદવા સબસીડી આપીને તેમનું જીવન ધોરણમાં આર્થિક સુધારો કર્યો છે. ગરીબોને પાકુ ધાબાવાળું મકાન મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, વીજળી, શૌચાલયની સુવિધા સાથે આપ્યા છે. આદિવાસીઓ આગળ વધે તે માટે ટ્રેનિંગ ક્લાસ શરૂ કર્યા છે. ડોક્ટર, એન્જિનિયર બને તેની વ્યવસ્થા કરી છે. છેવાડાના માનવી સુધી સરકારની યોજના ઝડપી પહોંચે તેવા પ્રયાસો કેન્દ્ર રાજ્ય સરકાર કરી રહી છે.
આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ દ્વારા લોકોને થયેલા લાભોની સવિસ્તાર માહિતી આપી. ગુજરાત વિકાસ યાત્રા અવિરત અને અવિસ્મરણીય રહી છે. ગુજરાત રોજગાર, ઉદ્યોગ, કૃષિ ક્ષેત્ર સાથે મૂડી રોકાણમાં નંબર વન રહ્યું છે.
જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ સૌને આવકારી સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ગઈકાલે અને આજે જિલ્લામાં જન સુખાકારીના કરોડો રૂપિયાના પ્રાંત કક્ષાના અને આજે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વિવિધ વિભાગના રૂપિયા ૩૮.૨૨ કરોડના ૨૫ કામોનું લોકાર્પણ ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે રાજ્યના માહિતી ખાતા દ્વારા તૈયાર કરાયેલી ગુજરાત વિકાસ ફિલ્મને સૌએ નજરે નિહાળી હતી અને રાજ્ય કક્ષાના કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, ખેડબ્રહ્મા એ.પી.એમ.સીના ચેરમેન શ્રી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેશ શાહ, પ્રાંત અધિકારીશ્રી શાહ, પ્રાયોજના વહીવટીદારશ્રી નિનામા તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી અને વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આબિદઅલી ભુરા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.