ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે થયેલ ચકચારી મર્ડર કેસના આરોપીને ગણતરીને કલાકમાં પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0kuuunip83md5reu/" left="-10"]

ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે થયેલ ચકચારી મર્ડર કેસના આરોપીને ગણતરીને કલાકમાં પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ


તા .૧૩ / ૦૯ / ૨૦૨૨ ગીર ગઢડાના દ્રોણ ગામે થયેલ ચકચારી અનડીટેકટ મર્ડરને ગણતરીના કલાકોમાં ડીટેકટ કરી આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ , ગીર સોમનાથ ગત તા .૧૧ / ૦૯ / ૨૦૨૨ ના રોજ દ્રોણ ગામની સીમ મછુન્દ્રી નદીના કાંઠે કોઇ અજાણ્યા ઇસમએ પોતાની પાસેના તિક્ષ્ણ હથીયાર વડે કોઇપણ અગમ્ય કારણોસર મનસુખભાઇ કેશુભાઇ સાંખટને માર મારી શરીરે ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ

જેથી સદર બનાવના કામે મરણજનારના ભાઇ ફરીયાદીશ્રી ભનુભાઇ કેશુભાઇ સાંખટ ( કોળી ) રહે . દ્રોણ તા.ગીરગઢડા જી . ગીર સોમનાથ નાઓએ ગીર ગઢડા પો.સ્ટે . ફરીયાદ આપતા ગુ.ર.નં .૧૧૧૮૬૦૦૧૨૨૦૫૪૨ા ૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૦૨ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો રજી , કરવામાં આવેલ , આ બાબતે જુનાગઢ રેન્જ ઇ.ચા. ડી.આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન . જાડેજા સાહેબ નાઓએ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ સ્થાનિક પોલીસ તથા એલ.સી.બી. / એસ.ઓ.જી . ની અલગ અલગ ટીમો બનાવી આ અનડીટેકટ રહેલ મર્ડરના આરોપીને શોધી કાઢી ગુન્હો ડીટેકટ કરવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ . કે.જે.ચૌહાણ નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે સદર ગુન્હાને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય જે દરમ્યાન અંગત બાતમીદારો તથા ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી મળેલ બાતમી હકીકતના આધારે શકદાર નં . ( ૧ ) દેવાયતભાઇ ટપુભાઇ રામ આહીર , ઉ.વ .૩૫ , ધંધો હીરા ઘરસવાનો રહે બારીયા શેરી દ્રોણ તા.ગીરગઢડા ( ૨ ) રામભાઇ ટપુભાઇ રામ આહીર , ઉ.વ .૫૦ , ધંધો માલઢોર ચારવાનો , દ્રોણ ચૌહાણ શેરી તા.ગીરગઢડા વાળાઓની સઘન પુછપરછ કરતા ઉપરોકત શકદારો માનસિક રીતે પડી ભાંગેલ અને આ કામના મરણજનાર મનસુખભાઇ કેશુભાઇ સાળંટ રખડતા ભટકતા હોય અને કોઇ કામ ધંધો કરતા ન હોય અને આ કામના શકમંદ રામભાઇ ટપુભાઇ રામ પોતે તથા પોતાનો પરિવાર માલઢોર ચરાવતા હોય અને તેના પુત્રો માલઢોર ચરાવવા જતા હોય ત્યારે અવાર નવાર આ કામના મરણજનાર ઉછીના પૈસાની માંગણી કરી હેરાન પરેશાન કરી ગાળાગાળી કરતા હોય જેથી આ કામના શકદારોએ ઉશ્કેરાઇ જઇ પુર્વ આયોજિત કાવતરૂ રચી મર્ડર કરેલની કબુલાત આપતા સદર અનડીટેકટ રહેલ મર્ડરનો ગુનો ડીટેકટ કરવામાં આવેલ અને આગળની તપાસ અર્થે આરોપીઓને ગીરગઢડા પોલીસને સોપી આપવામાં આવેલ છે અને હાલ આ ગુન્હાની તપાસ પી.એસ.આઇ.શ્રી ગીરગઢડાનાઓ ચલાવી રહેલ છે

. કામગીરી કરનાર - એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ . કે.જે.ચૌહાણ , એ.એસ.આઇ. મેસુરભાઇ વરૂ , રામદેવસિંહ જાડેજા . અજીતસિંહ પરમાર , નરેન્દ્રભાઇ કછોટ તથા હેડ કોન્સ પ્રફુલભાઇ વાઢેર , શૈલેષભાઇ ડોડીયા , રાજુભાઇ ગઢીયા , નરેન્દ્રભાઇ પટાટ , ભુપેન્દ્રસિંહ ચાવડા , વિરાભાઇ ચાંડેરા , ગોપાલ મકવાણા દેવીબેન રામ પો.કોન્સ . ઉદયસિંહ સોલંકી , સંદિપભાઇ ઝણકાટ , રાજુ પરમાર , પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ , ભાવેશભાઇ મોરી તથા એસ.ઓ.જી. , ના હેડ કોન્સ . કમલેશભાઇ પીઠીયા ,

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ
7575862173/8401414809


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]