રણજી ટ્રોફી કવાર્ટર ફાઇનલ મા જૂનાગઢ ના પાર્થ ભૂત નું શાનદાર પ્રદર્શન. - At This Time

રણજી ટ્રોફી કવાર્ટર ફાઇનલ મા જૂનાગઢ ના પાર્થ ભૂત નું શાનદાર પ્રદર્શન.


રણજી ટ્રોફી કવાર્ટર ફાઇનલ મા જૂનાગઢ ના પાર્થ ભૂત નું શાનદાર પ્રદર્શન
BCCI દ્વારા આયોજિત રણજી ટ્રોફી ટુર્નામેન્ટ ના કવાર્ટર ફાઇનલ મા જૂનાગઢ ના પાર્થ ભૂત નો શાનદાર દેખાવ. જેમાં પાર્થ ભૂત પહેલી ઇનિગ્સ મા મહત્વના 111 રન કરી અણનમ રહ્યો હતો ઉપરાંત પહેલી ઈનિગ્સ મા બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી.તેમજ બીજી ઇનિંગ્સ મા પણ બેટિંગ કરી મહત્વપૂર્ણ 51 રન નોંધાવ્યા હતાં અને બીજી ઇનિંગ્સ મા 5 વિકેટ ઝડપી હતી. સૌરાષ્ટ્ર ની ટીમને સેમી ફાઇનલ મા પહોચાડવા 'પાર્થ ભૂત' એ મહત્વનું યોગદાન આપ્યું હતું અને 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો હતો.જે બદલ જૂનાગઢ ક્રિકેટ એસોસિયશનના પ્રમુખશ્રી પાર્થભાઈ કોટેચા ,ઉપ પ્રમુખશ્રી પાર્થભાઈ ધુલેસિયા, સેક્રેટરી અર્જુન રાડા અને કોચ ગૌતમ બાબરીયા એ અભિનંદન પાઠવ્યા હતાં.

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.