બોટાદની શ્રી ઝવેરચંદ મેઘાણી નાગરિક શરાફી સહકારી મંડળીનો દશાબ્દી વર્ષની નિમિત્તે સભાસદ મિલનનો કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદની શ્રી ઝવેરચંદ મેઘાણી નાગરિક શરાફી સહકારી મંડળીનો દશાબ્દી વર્ષની નિમિત્તે સભાસદ મિલનનો કાર્યક્રમ યોજાયો


બોટાદની શ્રી ઝવેરચંદ મેઘાણી નાગરિક શરાફી સહકારી મંડળીનો દશાબ્દી વર્ષની નિમિત્તે સભાસદ મિલનનો કાર્યક્રમ યોજાયો

દેશના રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિરૂપે તેમના નામની ગુજરાતની પ્રથમ સોસાયટી છે. જેનું કાર્યક્ષેત્ર બોટાદ જિલ્લાનું છે બોટાદના પાળીયાદ રોડ પર આવેલ વડોદરિયા હોસ્પીટલ પાસે નીલકંઠ કોમ્પ્લેક્સ બીજા માળે આવેલ શ્રી ઝવેરચંદ મેઘાણી નાગરિક શરાફી સહકારી મંડળી ના 10 વર્ષ સફળ તા પુર્વક પૂર્ણ થતા બોટાદ જિલ્લામાં 4700 સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતી સોસાયટી છે જેની સ્થાપનાને સભાસદ મિલનનો કાર્યક્રમ બોટાદમાં ભોજબાપુની ધર્મશાળામાં યોજાઈ ગયો જેમાં સોસાયટીના એમ.ડી વિજયભાઈ ધાધલે સહકાર ગીત ગાઈને કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો સોસાયટીના વ્યવસ્થાપક કમિટીના સભ્ય હરિરામભાઈ દેસાણીએ પધારેલા સૌ સભાષદોનું હૃદય પૂર્વક સ્વાગત કરેલ સોસાયટીના સ્થાપના કાળથી પ્રમુખ પદે રહેલા સવજીભાઈ શેખે પ્રગતિની રૂપરેખા રજૂ કરી હતી સોસાયટીની પ્રગતિમાં નિસ્વાર્થ ભાવે કાર્યરત સંચાલક મંડળ,જાગૃત સભાસદો તથા કર્મઠ કર્મચારી ગણનો મુખ્ય હિસ્સો છે સોસાયટી પોતાની માલિકીની ઓફિસ ધરાવે છે સ્થાપના કાળતી પ્રતિવર્ષ નફો કરતી તથા ઓડિટ વર્ગ અ ધરાવે છે.સમાજના નાના કારીગરો રેકડી વાળા,રિક્ષાવાળા,નાના ગૃહો ઉદ્યોગો વાળા લોકોને ઓછા વ્યાજ અને સરળ પદ્ધતિથી લોન અપાય છે.હાલ કુલ ૭ કરોડ ૪૮ લાખની લોન આપેલ છે.જેમાં ૩ કરોડ ૫૦ લાખ ગોલ્ડ લોનનો સમાવેશ થાય છે.સોસાયટી પાસે હાલ કુલ ૬ કરોડ ૪૨ લાખ થાપણ છે.જે સોસાયટી પ્રત્યેના વિશ્વાસનું પ્રતીક છે સભાસદના મૃત્યુ સમયે મૃત્યુ સહાય ચૂકવવામાં આવે છે નિયમિત વસૂલાત ભરનાર લોનીને ૭% વ્યાજ વળતર ચૂકવવામાં આવે છે.સોસાયટીએ તેના ૧૦ વર્ષના સમય ગાળામાં સભાસદોને ત્રણ વખત ભેટ આપેલ છે હાલ ભેટ વિતરણ ચાલુ છે જે તારીખ ૩૧/૩/૨૦૨૪ સુધીમાં મેળવી લેવા સભાસદોને વિનંતી કરાય છે.સોસાયટીના ઉપાધ્યક્ષ બાપુભાઈ ધાધલે સોસાયટીની સ્થાપનાની પૂર્વભૂમિકા જણાવી સમાજની જુદી-જુદી જ્ઞાતિઓના આગેવાનોનું સંચાલક મંડળ છે જે સોસાયટીના તમામ ક્ષેત્રે વિકસે તે માટે કાર્યરત હોવાનું જણાવેલ ઉપાધ્યક્ષ ભુપતભાઈ ધાધલ સહકારી ક્ષેત્રના મહાનુભાવોનું સંમેલન યોજવા,સમાજના વિવિધ ક્ષેત્રે લોકોનું સન્માન કરવું,તથા ઝવેરચંદ મેઘાણી,સ્વામી દયાનંદ,વિવેકાનંદ તથા સચ્ચિદાનંદના પુસ્તકો વસાવી સભાસદો માટે પુસ્તક પરબ સ્થાપવાનો સંકલ્પ કર્યાનું જણાવેલ.કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા સહકારી સંઘના ઉપાધ્યક્ષ નીપાબેન મહેતા,વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ જિલ્લા પ્રમુખ સતુભાઈ ધાધલ,સહકાર ભારતીના કનુભાઈ ખાચર,સોસાયટીના કમિટી સભ્યો અરવિંદભાઈ બોઘરા,જીતુભાઈ સવાણી,રમેશભાઈ સાકરીયા હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સોસાયટીના મેનેજર તુષારભાઈ ચાવડા,કાળુભાઈ શેખ અને રમેશભાઈ સાકરીયા દ્વારા જહેમત ઉઠાવી હતી.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.